ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત માટે કાળમુખો રવિવાર, અકસ્માતમાં એક જ દિવસમાં 12 લોકોના જીવ ગયા

photo-story

4 ફોટો ગેલેરી

દુઃખદ / ગુજરાત માટે કાળમુખો રવિવાર, અકસ્માતમાં એક જ દિવસમાં 12 લોકોના જીવ ગયા

Last Updated: 08:07 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજસ્થાનના દેચું હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. રામદેવરાના દર્શન કરીને પરત ફરી રહેલા પાલનપુર અને દાંતીવાડાના દેવીપૂજક સમાજના 11 લોકોને અકસ્માત નડ્યો. એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત, બે ગંભીર અને આઠ સામાન્ય ઇજાગ્રસ્ત.

1/4

photoStories-logo

1. રાજસ્થાનના દેચું હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત

રાજસ્થાનમાં રામદેવરા દર્શન કરીને પરત ફરતા બનાસકાંઠાના પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત.એક પરિવારના ત્રણ લોકોના મોત.15થી વધુ લોકો ઘાયલ. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના પરિવારને રાજસ્થાનમાં ભયંકર માર્ગ અકસ્માત નડ્યો, જેમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.રામદેવરાથી પરિવાર દર્શન કરીને પરત ગુજરાત ફરી રહ્યો હતો.દરમિયાન જોધપુરના દેચુ હાઈવે પર તેમની કાર અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. જૂનાગઢના કેશોદ-બાલાગામ રોડ પર ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતાં ત્રણનાં કરુણ મોત

જૂનાગઢ જિલ્લાના કેશોદ-બાલાગામ રોડ પર ખમીદાણા ગામના પાટિયા નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી માધવપુર તરફ જઈ રહેલી સ્વિફ્ટ કારના ચાલકે ઓવરસ્પીડના કારણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડમાં પડેલા પથ્થર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ ગઈ હતી. આ કરુણ દુર્ઘટનામાં કારમાં સવાર બે પુરુષ અને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં ડેનિશ દીવરાણિયા, જલક મશરૂ અને નંદનીબેનનો સમાવેશ થાય છે. જ્યારે કારમાં સવાર ક્રિષ્નાબેન ચુડાસમાનો ચમત્કારિક બચાવ થયો હતો, જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં કેશોદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ કેશોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતની તપાસ હાથ ધરી છે. ઓવરસ્પીડ અકસ્માતનું કારણ હતું કે અન્ય કોઈ પરિબળ જવાબદાર હતું તે સહિતની વિગતો જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. ડમ્પર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત

મહેસાણામાં કડી-થોળ હાઈવે પર ડમ્પર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો..ડમ્પરે પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટરે અનિયંત્રિત થઈ બાઈકને અડફેટે લીધી હતી..રોડની સાઈડમાં ઊભા રહેલા બાઈકચાલકને ટ્રેક્ટરે અડફેટે લીધો હતો..ટ્રેક્ટર રોડ ક્રોસ કરી રહ્યું હતું તે દરમિયાન ડમ્પરે પાછળથી ટક્કર મારી હતી..બાઈકચાલક હવામાં ફંગોળાઈને નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો..ગંભીર ઈજા થતાં બાઈકચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો..

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

ભુજ-ખાવડા રોડ પર વેકરીયાના રણ પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ઓવરટેક કરવા જતાં કાર ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.અકસ્મતમાં કારમાં સવાર ઉત્તરાખંડના પરિવારના 7 લોકોના મોત થયા છે, જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે...પરિવાર કચ્છ ફરવા આવ્યો હતો અને ધોરડોથી પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha News Dechu Highway Accident Rajasthan Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ