ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / નવેમ્બરના અંતમાં IPOનો ધમાકો, 3 નવા ઇશ્યૂ ખુલશે, 3 કંપનીઓનું થશે શેરબજારમાં લિસ્ટિંગ

બિઝનેસ / નવેમ્બરના અંતમાં IPOનો ધમાકો, 3 નવા ઇશ્યૂ ખુલશે, 3 કંપનીઓનું થશે શેરબજારમાં લિસ્ટિંગ

Last Updated: 07:47 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPOમાં રોકાણ કરવાની તક શોધી રહેલા લોકો માટે આગામી સપ્તાહમાં ત્રણ નવા પબ્લિક ઇશ્યૂ ખુલવા જઈ રહ્યા છે. જેમાં ચાલો જાણીએ મહાનદી કોલફિલ્ડ્સ સહિત પાંચ IPOની તારીખો અને ત્રણ કંપનીઓના સંભવિત લિસ્ટિંગની વિગતો વિષે.

ADVERTISEMENT

23 નવેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં પ્રાઈમરી માર્કેટમાં થોડી ગતિવિધિ જોવા મળશે. જેમાં માત્ર 3 નવા પબ્લિક ઈશ્યૂ ખુલવાના છે જેમાંથી 2 મેઈનબોર્ડ સેગમેન્ટના છે. આ સાથે જ પહેલેથી ખુલ્લા 2 IPOમાં પણ રોકાણનો મોકો રહેશે. માર્કેટમાં નવી લિસ્ટિંગની વાત કરીએ તો આ અઠવાડિયે 3 કંપનીઓના શેર ટ્રેડિંગ શરૂ કરશે. ચાલો જાણીએ તેના વિષે.

શ્રી સિદ્ધિવિનાયક ગ્રીનટેક ઈન્ડસ્ટ્રીઝ IPO

આ 93.66 કરોડ રૂપિયાનો ઈશ્યૂ છે. તે 25 નવેમ્બરે ખુલશે અને 27 નવેમ્બરે બંધ થશે. પ્રાઈસ બેન્ડ 130થી 142 રૂપિયા પ્રતિ શેર છે, જ્યારે લોટ સાઈઝ 1000 શેરનો છે. જેમાં કંપનીના શેર NSE SME પર 2 ડિસેમ્બરે લિસ્ટ થઈ શકે છે.

ફૂડલિંક F&B હોલ્ડિંગ્સ IPO

આ 26 નવેમ્બરે ખુલશે અને 30 નવેમ્બરે બંધ થશે. પ્રાઈસ બેન્ડ અને લોટ સાઈઝ હજુ નક્કી થયા નથી. ઈશ્યૂ પછી કંપનીના શેર NSE અને BSE પર 3 ડિસેમ્બરે ટ્રેડિંગ શરૂ કરી શકે છે.

ઈન્ટિગ્રિસ મેડટેક IPO

આ 27 નવેમ્બરે ખુલશે અને 1 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાશે. જેમાં પ્રાઈસ બેન્ડ, લોટ સાઈઝ અને ઈશ્યૂ સાઈઝ હજુ જાહેર થયા નથી. લિસ્ટિંગ 4 ડિસેમ્બરે NSE અને BSE પર થવાની શક્યતા છે.

  • પહેલેથી ચાલુ IPO

મહાનદી કોલફીલ્ડ્સ IPO

કોલ ઈન્ડિયાની સબસિડિયરીનો આ 8,981.12 કરોડ રૂપિયાનો મોટો ઈશ્યૂ 19 નવેમ્બરે ખુલ્યો હતો અને 23 નવેમ્બરે બંધ થશે. પ્રાઈસ બેન્ડ 129થી 136 રૂપિયા પ્રતિ શેર છે, લોટ સાઈઝ 110 શેરનો છે. લિસ્ટિંગ 27 નવેમ્બરે NSE અને BSE પર થઈ શકે છે.

Watrana Rentals IPO

આ કંપની 120.10 કરોડ રૂપિયા ઊભા કરવા માંગે છે. આ પણ 19 નવેમ્બરે ખુલ્યો હતો અને 23 નવેમ્બરે બંધ થશે. પ્રાઈસ બેન્ડ 232થી 245 રૂપિયા પ્રતિ શેર છે, લોટ સાઈઝ 600 શેરનો છે. લિસ્ટિંગ NSE SME પર 27 નવેમ્બરે થવાની સંભાવના છે.

વધુ વાંચો : Ashoka Buildconને ગુજરાતમાં 1,465 કરોડનો પ્રોજેક્ટ, સોમવારે Maruti સહિત આ 8 શેર ચર્ચામાં

આ અઠવાડિયે લિસ્ટ થનારી કંપનીઓ

26 નવેમ્બરે NSE અને BSE પર ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનની લિસ્ટિંગ થશે. જેમાં 27 નવેમ્બરે મહાનદી કોલફીલ્ડ્સના શેર મેઈનબોર્ડ પર અને વાત્રાણા રેન્ટલ્સના શેર NSE SME પર ટ્રેડિંગ શરૂ કરશે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Upcoming IPO Integris Medtech IPO IPO 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ