ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:08 PM, 22 November 2026
ADVERTISEMENT
છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં ભલે થોડો ઘટાડો જોવા મળ્યો હોય, પરંતુ સામાન્ય માનવી માટે સોનું ખરીદવું હજુ પણ પહોંચની બહાર છે. જોકે, જ્યારે વાત અતૂટ શ્રદ્ધા અને ભક્તિની આવે છે, ત્યારે દરેક ભૌતિક માપદંડો તૂટી જતા હોય છે. આંધ્ર પ્રદેશના વિશ્વવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરને 121 કિલોગ્રામ સુવર્ણ આભૂષણો ચઢાવામાં મળવાની ઘટના કંઈક આવી જ અનન્ય ભક્તિનું ઉદાહરણ રજૂ કરે છે.
ADVERTISEMENT
ભારતના આ પવિત્ર યાત્રાધામને 121 કિલોગ્રામ સોનાના ઘરેણાં ભેટ સ્વરૂપે મળવા જઈ રહ્યા છે, જેને મંદિરના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વ્યક્તિગત ચઢાવો માનવામાં આવી રહ્યો છે. આ બેશકીમતી આભૂષણોની અંદાજિત કિંમત 150 થી 160 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. જોકે, આ વિશાળ સુવર્ણ દાન કોણ કરી રહ્યું છે, તે અંગેની કોઈ પણ માહિતી જાહેર કરવામાં આવી નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં બિરાજમાન ભગવાન વેંકટેશ્વરના પવિત્ર મંદિર તિરુમલા ખાતે આ મહિનાના અંતમાં એક અજ્ઞાત ભક્ત દ્વારા 121 કિલોગ્રામ સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવનાર છે.

ADVERTISEMENT
આ અવસરે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ ભગવાન વેંકટેશ્વરના પવિત્ર ધામ તિરુમલાની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતા છે. આ સૂચિત ભેટ અંગે દાતા ભક્તે અગાઉથી જ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી લીધી છે. આ ભવ્ય ચઢાવામાં ખાસ કારીગરીથી તૈયાર કરવામાં આવેલા 45 સુવર્ણ આભૂષણોનો સમાવેશ થાય છે, જેને સુંદર રીતે નવ અલગ-અલગ સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ આ ભક્તની અસાધારણ શ્રદ્ધા અને દાનવીરતા અંગે મહત્વપૂર્ણ વિગતો વહેંચી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ભક્તે ભગવાન વેંકટેશ્વર સ્વામીના નામ પર એક વ્યાપારિક સંસ્થાની સ્થાપના કરી હતી, જેણે ખૂબ જ મોટી સફળતા હાંસલ કરી હતી. ત્યારબાદ તેમણે પોતાની આ સંસ્થાનો 60% હિસ્સો 1.5 અબજ અમેરિકી ડોલરમાં વેચી દીધો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
મુખ્યમંત્રી નાયડુના જણાવ્યા મુજબ, તે ભક્તને એવો દ્રઢ વિશ્વાસ હતો કે આ અપાર સંપત્તિ તેમને ભગવાન વેંકટેશ્વર સ્વામીની કૃપાથી જ પ્રાપ્ત થઈ છે, તેથી આ સંપત્તિ તેમને જ સમર્પિત કરી દેવી જોઈએ. આ જ પવિત્ર ભાવનાથી પ્રેરાઈને તેઓ હવે ભગવાન વેંકટેશ્વર સ્વામીને 121 કિલોગ્રામ સોનું અર્પણ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ ભક્તે પોતાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવા માટે વિશેષ વિનંતી કરી છે. નાયડુના જણાવ્યા અનુસાર, ભક્તે તેમને લખેલા પત્રમાં વિનમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે, "સાહેબ, કૃપા કરીને મારું નામ જાહેર કરશો નહીં.
ADVERTISEMENT
ભક્તની નિઃસ્વાર્થ આસ્થાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી નાયડુએ કહ્યું કે તે ભક્તે સ્વતંત્ર રીતે 121 કિલોગ્રામ સોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે તેમને એ વાતની જરાય જાણકારી નહોતી કે પરંપરાગત રીતે ભગવાન વેંકટેશ્વરની પ્રતિમા પર આશરે 120 કિલોગ્રામ જેટલા આભૂષણો ધારણ કરાવવામાં આવે છે. મંદિર પ્રશાસનના સૂત્રો મુજબ, આ સૂચિત ભેટ મંદિરને કોઈ એક વ્યક્તિ દ્વારા અર્પણ કરવામાં આવનારા સુવર્ણ આભૂષણોનું અત્યાર સુધીનું સૌથી મોટું દાન ગણવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ