ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આ સપ્તાહ આવી રહ્યાં છે 3 નવા IPO, જાણો કોનો GMP કરાવશે તગડો ફાયદો?

IPO અપડેટ / આ સપ્તાહ આવી રહ્યાં છે 3 નવા IPO, જાણો કોનો GMP કરાવશે તગડો ફાયદો?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:40 PM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Upcoming IPO: આ સપ્તાહમાં ત્રણ નવા આઇપીઓ ખુલી રહ્યા છે, જેમાં શ્રી સિદ્ધિવિનાયક ગ્રીનટેક ઇન્ડસ્ટ્રીઝ (SME), ફૂડલિંક F&B હોલ્ડિંગ્સ અને ઇન્ટિગ્રીસ મેડટેક (મેઇનબોર્ડ) સામેલ છે.

ADVERTISEMENT

આ સપ્તાહમાં ત્રણ નવા આઇપીઓ ખુલી રહ્યા છે. આ નવા આઇપીઓમાં એક એસએમઇ અને બે મેઇનબોર્ડ આઇપીઓ શામેલ હશે. શ્રી સિદ્ધિવિનાયક ગ્રીનટેક ઇન્ડસ્ટ્રીઝ આઇપીઓ એસએમઇ શ્રેણીમાં હશે, જ્યારે ફૂડલિંક F&B હોલ્ડિંગ્સ (ઇન્ડિયા) લિમિટેડ અને ઇન્ટિગ્રીસ મેડટેક આઇપીઓ મેનબોર્ડમાં હશે. ચાલો આ ત્રણ આઇપીઓની વિગતો જાણીએ અને ચેક કરીએ કે કયા IPO માં સૌથી વધુ જીએમપી છે.

શ્રી સિદ્ધિવિનાયક ગ્રીનટેક ઇન્ડસ્ટ્રીઝ

શ્રી સિદ્ધિવિનાયક ગ્રીનટેક ઇન્ડસ્ટ્રીઝ આઇપીઓ 25 નવેમ્બરે ખુલશે અને 27 નવેમ્બરે બંધ થશે. આ આઇપીઓમાં શેર માટે પ્રાઇસ બેન્ડ ₹130-₹142 રહેશે, જ્યારે લોટ સાઈઝ 1,000 શેરની છે. આનો અર્થ એ છે કે તમને ઓછામાં ઓછા 1,000 શેર માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે.

વાત જીએમપીની તો શ્રી સિદ્ધિવિનાયક ગ્રીનટેકનો જીએમપી ઇંવેસ્ટરગેન અનુસાર હાલમાં જીરો છે. જોકે ધ્યાનમાં રાખો કે કોઈપણ લિસ્ટેડ કંપનીનો જીએમપી વધી કે ઘટી શકે છે.

ફુડલિંક F&B હોલ્ડિંગ્સ

ફૂડલિંક F&B હોલ્ડિંગ્સનો આઇપીઓ 26 નવેમ્બરે ખુલશે અને 30 નવેમ્બરે બંધ થશે. આ આઇપીઓમાં શેર માટે પ્રાઇસ બેન્ડ ₹180-₹191 રહેવાની ધારણા છે, પરંતુ સત્તાવાર જાહેરાત બાકી છે. લોટ સાઈઝ 78 શેરની હોઇ શકે છે, પરંતુ કંપની અંતિમ જાહેરાત કરશે.

વાત જીએમપીની કરીએ તો ફૂડલિંક F&B હોલ્ડિંગ્સનો જીએમપી ઇંવેસ્ટરગેન અનુસાર હાલમાં રૂપિયા 12 છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ બિઝનેસ / શું ખરેખર સોનું ખરીદવામાં લોકોનો રસ ઘટ્યો? ગોલ્ડ ઈમ્પોર્ટમાં 40% નો ઘટાડો

ઇન્ટેગ્રીસ મેડટેક

ઇન્ટેગ્રીસ મેડટેકનો આઇપીઓ 27 નવેમ્બરે ખુલશે અને 1 ડિસેમ્બરે બંધ થશે. આ આઇપીઓમાં શેરના પ્રાઇસ બેન્ડ અને લોટ સાઈઝની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. ઇન્વેસ્ટરગેઇન અનુસાર, ઇન્ટેગ્રીસ મેડટેકનો જીએમપી હાલમાં જીરો છે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News IPO IPO News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ