ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / યુટ્યૂબર ધ્રુવ રાઠીને કોર્ટનો ઝટકો, બિન-જામીનપાત્ર વોરન્ટ જારી, ભારત આવશે તો થઈ શકે ધરપકડ
Last Updated: 02:44 PM, 23 November 2026
ADVERTISEMENT
દિલ્હીની સાકેત કોર્ટે સોમવારે 2018ના ફોજદારી માનહાનિના કેસના સંદર્ભમાં યુટ્યુબર ધ્રુવ રાઠી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું. ફરિયાદી સાંકૃત્યાયન ઉર્ફે વિકાસ પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની સુનાવણી કર્યા પછી મેજિસ્ટ્રેટ અનમ રઈસ ખાને આ આદેશ આપ્યો.
ADVERTISEMENT
વિકાસ પાંડે "આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી" નામનું પેજ ચલાવે છે. એવો આરોપ છે કે યુટ્યુબર ધ્રુવ રાઠીએ "બીજેપી આઈટી સેલ ભાગ II" નામના તેમના વિડિયોમાં તેમના વિરુદ્ધ ખોટા અને બદનક્ષીભર્યા દાવા કર્યા છે.
અગાઉ, કોર્ટે ધ્રુવ રાઠીને સમન્સ પાઠવ્યું હતું. વધુમાં, તેમની સામે બે જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા. જોકે, તેમની હાજરી ગોઠવવામાં અને વોરંટ બજાવવામાં મુશ્કેલીઓ બાદ, કોર્ટે હવે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 3 ડિસેમ્બર, 2026 ના રોજ થશે.
ADVERTISEMENT
ધ્રુવ રાઠી તાજેતરમાં ભારત આવ્યા હતા
અગાઉ, ધ્રુવ રાઠી વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. વકીલ સમ્યક શર્માએ કોર્ટને જણાવ્યું હતું કે ધ્રુવ રાઠી સામાન્ય રીતે ઑસ્ટ્રિયામાં રહે છે. નોંધનીય છે કે તેઓ તાજેતરમાં દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'નેપાળ વગર આપણા રામ અધૂરા', 24 હજાર કરોડના પેકેજનું PM મોદીનું એલાન, અયોધ્યા-જનકપુર ટ્રેનને દેખાડી લીલીઝંડી
ધ્રુવ રાઠી વિરુદ્ધ સૌપ્રથમ જુલાઈ 2019 માં સમન્સ જારી કરવામાં આવ્યા હતા. બાદમાં આ કેસમાં જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. અને હવે તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ કેસમાં આગામી સુનાવણી હવે 3 ડિસેમ્બરે થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.