ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / દિલ્હી-UP-બિહારમાં ગાઢ ધુમ્મસની શક્યતા વચ્ચે 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ! જાણો આજે કેવું રહેશે હવામાન!
6 ફોટો ગેલેરી
Last Updated: 08:58 AM, 23 November 2026
1/6
દેશના અલગ-અલગ વિસ્તારોમાં હવામાનની સ્થિતિ બદલાઈ રહી છે.ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસને લઈને ચેતવણી આપવામાં આવી છે.દિલ્હીમાં પણ સવારના સમયે ધુમ્મસ જોવા મળી શકે છે.ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.જ્યારે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં આગામી દિવસો સુધી વરસાદનું જોર રહેવાની આગાહી છે.
2/6
દેશની રાજધાની દિલ્હીમાં આજે હળવું ધુમ્મસ જોવા મળી શકે છે. અહીં મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં એટલે કે 28 નવેમ્બર સુધી દિલ્હીમાં મધ્યમ ધુમ્મસ છવાઈ શકે છે. જોકે, દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી.બીજી તરફ ઉત્તર પ્રદેશના 21 જિલ્લાઓમાં ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે. તેમાં સિદ્ધાર્થનગર, મહારાજગંજ, કુશીનગર, ગોરખપુર, સંત કબીરનગર, બસ્તી, અયોધ્યા, અંબેડકરનગર, સુલતાનપુર, આઝમગઢ, દેવરિયા, બલિયા, મઉ અને ગાઝીપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. બિહારમાં વરસાદની કોઈ ચેતવણી નથી, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધુમ્મસ જોવા મળી શકે છે. હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
3/6
ઝારખંડના તમામ જિલ્લાઓમાં ક્યાંક-ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદની શક્યતા છે. પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ તથા સિક્કિમમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે.મધ્યપ્રદેશમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. રાજ્યના 13 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ રાજસ્થાનમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યનાં અનેક શહેરોમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવા લાગ્યું છે. જોકે, આજે રાજસ્થાનના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. અહીં વરસાદ, વાવાઝોડા કે તેજ પવનની કોઈ ચેતવણી નથી.
4/6
પૂર્વોત્તર ભારતનાં રાજ્યોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી દિવસોમાં કેટલાક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ગતિવિધિઓ વધી શકે છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પૂર્વોત્તર ભારતના લોકોને વરસાદને કારણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
5/6
દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે. તમિલનાડુમાં આજથી 27 નવેમ્બર સુધી અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કેરળમાં પણ 28 નવેમ્બર સુધી વરસાદનો સિલસિલો ચાલુ રહેવાની શક્યતા છે.પુડુચેરી અને કરાઈકલમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 28 નવેમ્બર સુધી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં પણ 28 નવેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. દક્ષિણ ભારતના લોકોને આગામી દિવસોમાં વરસાદને ધ્યાનમાં રાખીને બહાર નીકળવાની સલાહ આપવામાં આવે છે.
6/6
પહાડી રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં 28 નવેમ્બર સુધી હવામાન મોટાભાગે સ્વચ્છ રહેવાની શક્યતા છે. જોકે, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીની અસર વધુ જોવા મળી શકે છે.ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં આજે હવામાન સૂકું રહેવાની શક્યતા છે. જોકે, પહાડી વિસ્તારો અને દેહરાદૂનમાં દિવસ દરમિયાન હળવા વાદળો અને ધુમ્મસ જોવા મળી શકે છે. પહાડી વિસ્તારોમાં અનેક જગ્યાએ તાપમાન માઈનસમાં પહોંચ્યું છે અને બરફવર્ષા પણ થઈ છે. નવેમ્બરના અંતિમ દિવસોમાં ઠંડીનો ચમકારો હજુ વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Dev Diwali 2026 / ઘરમાં આવશે સુખ-શાંતિ, સમસ્યાઓ થઈ જશે દૂર, કારતકી પૂનમે કરજો આ ખાસ કામ
ટોપ સ્ટોરીઝ