ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સાંજ પડતાં જ તુલસીના પાન તોડવાની કેમ છે મનાઈ? રવિવાર અને એકાદશીનો પણ છે ખાસ નિયમ

photo-story

6 ફોટો ગેલેરી

માન્યતા / સાંજ પડતાં જ તુલસીના પાન તોડવાની કેમ છે મનાઈ? રવિવાર અને એકાદશીનો પણ છે ખાસ નિયમ

Last Updated: 11:40 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હિંદુ ધર્મમાં તુલસીના છોડને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીને તેની નિયમિત પૂજા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવાની મનાઈ કેમ છે?

1/6

photoStories-logo

1. તુલસીનો છોડ

હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ માત્ર એક વનસ્પતિ નથી પરંતુ લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને વૃંદા તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભગવાન વિષ્ણુની પરમ ભક્ત માનવામાં આવે છે. એટલે જ વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજામાં તુલસીના પાંદડાનું અનોખું મહત્વ છે. તુલસી વગરનું ભોગ કે પૂજા અધૂરી ગણાય છે. આથી જ તેને સ્પર્શ કરવા અને પાંદડા તોડવા માટે અમુક નિયમો પાળવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. માન્યતા

સૂર્યાસ્ત બાદ તુલસી માતા વિશ્રામ કરે છે તેવી માન્યતા છે. તે સમયે પાંદડા તોડવા એવું જ છે જાણે કોઈ સૂતા માણસને જગાડી રહ્યા હોય. સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવીને ઘરની સુખ-સમૃદ્ધિ માટે પૂજા કરવામાં આવે છે. એ જ વખતે પાંદડા તોડવા એ તુલસી માનો અનાદર ગણાય છે. એવું કહેવાય છે કે આથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે અને ઘરમાં આર્થિક તકલીફ કે અશાંતિ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કયા દિવસે પાંદડા ન તોડવા ?

રવિવાર, એકાદશી તેમજ સૂર્ય કે ચંદ્ર ગ્રહણ દરમિયાન પણ તુલસીના પાંદડા ન તોડવા જોઈએ. એકાદશીના દિવસે તુલસી માતા વિષ્ણુ ભગવાન માટે વ્રત રાખે છે આથી તે દિવસે પાંદડા તોડવા અશુભ માનવામાં આવે છે. પાંદડા તોડતા પહેલાં સ્નાન કરવું જોઈએ અને નખથી ક્યારેય ન તોડવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સાંજની પૂજા

જો સાંજની પૂજા માટે તુલસીની જરૂર હોય તો સવારે જ તોડીને અલગ રાખી લેવા જોઈએ. એક દિવસ જૂના પાંદડા પણ પવિત્ર માનવામાં આવે છે અને પૂજામાં વાપરી શકાય છે. છોડ પરથી પોતાની મેળે ખરી પડેલા પાંદડાનો પણ ઉપયોગ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. લક્ષ્મી માતાનું સ્વરૂપ

ઉલ્લેખનીય છે કે, તુલસીને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીને તેની સેવા અને સન્માન કરવું જોઈએ. જેમાં સાચા નિયમોથી તેની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tulsi Leaves Goddess Lakshmi Tulsi Puja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ