ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PM મોદીએ પુતિનને ભારતની ભાષાઓ વિશે શું કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પણ રહી ગયા દંગ?

નેશનલ / PM મોદીએ પુતિનને ભારતની ભાષાઓ વિશે શું કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પણ રહી ગયા દંગ?

Published By: Nirav Kumar

Last Updated: 10:37 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની ભાષાકીય વિવિધતાએ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું પણ ધ્યાન ખેંચ્યું છે. PM મોદી સાથેની વાતચીતનો કિસ્સો સંભળાવતાં તેમને ભારતની આ અનોખી વિશેષતાને અદ્ભુત ગણાવી છે.

ADVERTISEMENT

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક વખત ફરી ભારત અને તેની સાંસ્કૃતિક વિવિધતાની પ્રશંસા કરી છે. તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થયેલી એક વાતચીતનો ઉલ્લેખ કરતાં ભારતની ભાષાઈ વિવિધતા પર વિશેષ રીતે વાત કરી.

રશિયન ન્યૂઝ એજન્સી સ્પુતનિક અનુસાર, એક ઈન્ટરવ્યૂમાં પુતિને કહ્યું કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે. તેમને કહ્યું, “જેમ જેમ હું તેના વિશે વધુ જાણું છું, તેમ તેમ હું વધુ પ્રભાવિત થતો જાઉં છું.” તેમને પ્રધાનમંત્રી મોદી સાથેની તાજેતરની વાતચીત યાદ કરતાં કહ્યું કે, તેમને પૂછ્યું હતું કે ભારતમાં સત્તાવાર ભાષા બોલનારા લોકોની સંખ્યા કેટલી છે. મોદીએ જવાબ આપ્યો – લગભગ 60કરોડ. ત્યારબાદ પુતિને દેશની કુલ વસ્તી વિશે પૂછ્યું, જેના જવાબમાં મોદીએ કહ્યું – દોઢ અબજ.

પુતિને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે આનો અર્થ એ થયો કે વસ્તીનો માત્ર એક તૃતીયાંશ ભાગ જ મુખ્ય ભાષા બોલે છે. બાકીના બે તૃતીયાંશ વિશે પૂછતાં મોદીએ જવાબ આપ્યો કે તેઓ પોતપોતાની ભાષાઓ બોલે છે. પુતિને આને “કમાલની વાત” ગણાવતાં કહ્યું કે આ વાસ્તવમાં આશ્ચર્યજનક છે.

ભારતમાં હિન્દી અને અંગ્રેજી બે ઓફીશીયલ ભાષાઓ છે પણ કોઈ રાષ્ટ્રીય ભાષા નથી. બંધારણની આઠમી અનુસૂચિમાં 22 ભાષાઓને માન્યતા આપવામાં આવી છે, જેમાં અસમિયા, બંગાળી, ગુજરાતી, કન્નડ, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દૂ વગેરેનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : 121 કિલો સોનાના આભૂષણો, ભારતના આ મંદિરમાં અત્યાર સુધીનું સૌથી મોટું દાન મળ્યું

પુતિનનું આ ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ગયા મહિને વલ્દાઈ ડિસ્કશન ક્લબમાં બોલતાં પણ તેમને ભારતને “અનોખું, વિવિધ અને એકસૂત્ર” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ભારત પોતાના પાયે અને વિવિધતાથી દરેકને આશ્ચર્યમાં મૂકી દે છે. આ વાર્તાલાપ સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમિયાન મોદી-પુતિન મુલાકાતના કેટલાક મહિના પછી આવી છે. આ વર્ષે બંને નેતાઓની બે વાર મુલાકાત થઈ ચૂકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Language Diversity Putin India Russia Relations

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ