ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આ નેતા ભાજપમાં જોડાયા, વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીને મોટો ઝટકો
Last Updated: 07:07 AM, 23 November 2026
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણી પહેલા દાહોદના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રાકેશ ભરવાડ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપના સ્નેહમિલનના કાર્યક્રમમાં સાંસદ જસવંતશિંહ ભાભોરની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો હતો. યુવા નેતા તરીકે સક્રિય ગણાતા રાકેશ ભરવાડના પક્ષપલટાથી જિલ્લામાં આપ સંગઠનને મોટો ફટકો પડ્યો છે, જ્યારે શાસક પક્ષ ભાજપની તાકાતમાં વધુ એક ઉમેરો થયો છે.
ADVERTISEMENT
સાંસદ જશવંતસિંહ ભાભોરે ભાજપમાં સ્વાગત કર્યું
લીમખેડામાં યોજાયેલા આ સ્નેહમિલન સંમેલનમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં આ પક્ષપલટાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. સાંસદે રાકેશ ભરવાડને ભાજપનો વિધિવત ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા અને ભવિષ્યની જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ADVERTISEMENT
1 વર્ષ પહેલા ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
ઉલ્લેખનીય છે કે રાકેશ ભરવાડ 1 વર્ષ પહેલા ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને એક વર્ષ બાદ ફરી પાછા ભાજપમાં આવ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.