ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગુજરાતમાં ભાજપના આ ધારાસભ્ય નહીં લડે વિધાનસભાની ચૂંટણી, સ્નેહમિલન સમારોહમાં કર્યું એલાન
Last Updated: 08:29 AM, 23 November 2026
ADVERTISEMENT
વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ચૂંટણી નહી લડવાનું જાહેર કર્યું છે. સ્નેહમિલન સમારોહમાં કેતન ઈનામદારે ચૂંટણી ન લડવાની વાતને ફરી દોહરાવી હતી. કેતન ઈનામદારે કહ્યું કે 2027 ની ચૂંટણી હું નથી લડવાનો એ બાબતે હું મારી વાત પર અડીખમ છું પછી ઈશ્વરની ઈચ્છા. પંચાયતની ચૂંટણીને લઈ કાર્યકરો અને આગેવાનોને ધારાસભ્ય કેતન ઈનામદારની શીખામણ છે. તેમણે કહ્યું કે પંચાયતની ચૂંટણીમાં મનભેદ થાય તો મોટું મન રાખીને ચૂંટણી લડજો. તેમણે એવી પણ અપીલ કરી કે ચૂંટણીને કારણે ગામની એકતા તૂટે નહીં એ જોજો.
ADVERTISEMENT
માર્ચ 2026માં ચૂંટણી ન લડવાનું જણાવ્યું હતું
માર્ચ 2026માં પણ કેતન ઈનામદારે 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે રાજકોટ ભાજપમાં નવી પેઢી તૈયાર થઈ રહી છે. અનેક દિગ્ગજ નેતાઓના પુત્ર આ વખતે વિધાનસભાની ચૂંટણીની રેસમાં છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીનુ નામ ચર્ચામાં છે. પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીનુ પણ ચાલી રહ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના પુત્ર ડૉ.મનીષ બાવળીયાનુ નામ ચર્ચામાં છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલનુ નામ પણ ચર્ચામાં છે. અનાર પટેલ પણ છેલ્લા ઘણા સમયથી રાજકીય સક્રિયતાઓને લઈ ચર્ચામાં આવ્યાં છે. ભાજપ આ નવી પેઢીના નેતાઓને વિધાનસભાની ચૂંટણીમાં ટીકિટ આપી શકે છે.
ADVERTISEMENT
હજુ સુધી રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કર્યાં નથી
ADVERTISEMENT
2027ની વિધાનસભા ચૂંટણી માટે હજુ સુધી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી; આ નામો હાલમાં સ્થાનિક રાજકીય વર્તુળો અને મીડિયા અહેવાલોમાં ચાલતી ચર્ચાઓ પર આધારિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.