ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'તારા કારણે છુટાછેડા, મારી સાથે રહેવું પડશે' અમદાવાદમાં કાકીએ સગીર ભત્રીજાને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલ કર્યો

ક્રાઈમ / 'તારા કારણે છુટાછેડા, મારી સાથે રહેવું પડશે' અમદાવાદમાં કાકીએ સગીર ભત્રીજાને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલ કર્યો

Published By: Hiralal Parmar

Last Updated: 08:12 AM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એક પરિણીત મહિલાએ તેના પરિવારના 17 વર્ષના સગીર ભત્રીજાને ફસાવીને બ્લેકમેલ કર્યો હતો.

ADVERTISEMENT

અમદાવાદના જીવરાજ પાર્કમાં કાકીએ તેના પરિવારના ભત્રીજાને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલ કર્યો હતો મામલો હદ બહાર પહોંચ્યો હતો પરંતુ આખરે વાસણા પોલીસે સમજાવટથી તેનો સુખદ અંત આણ્યો હતો. જીવરાજ પાર્કમાં રહેતા એક શખ્સના 17 વર્ષના ભત્રીજાને અમરેલીના બાબરામાં રહેતી તેની પરિવારની કાકીએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને બ્લેકમેલ કર્યો હતો. પરિણીતાએ એક દિવસ ફોન કરીને ભત્રીજાને કહ્યું કે તે અમદાવાદ આવે છે ત્યાર બાદ તે તેને લઈને નાસી ગઈ હતી. વાસણા પોલીસે તેની ઝડપી પાડી હતી અને ભારે સમજાવટથી મામલો અંત લાવ્યો હતો.

તારા કારણે મારા છૂટાછેડા થયા

મહિલાએ તેના ભત્રીજાને એવું કહીને સાથે રહેવાનું દબાણ કર્યું હતું કે તેના કારણે તેના છૂટાછેડા થયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના વસ્ત્રાપુરમાં પણ આવો જ કિસ્સો નોંધાયો હતો. 27 વર્ષીય પરિણીતાના પતિ 4વર્ષ બાદ જેલમાંથી બહાર આવતા તેણે પ્રેમી સાથે સંબંધ તોડી નાખ્યો હતો। આથી ઉશ્કેરાયેલા પ્રેમીએ 4 વર્ષમાં ખર્ચેલા ₹8 લાખ પરત માંગી અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી, જેના ત્રાસથી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

વધુ વાંચો : ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આ નેતા ભાજપમાં જોડાયા, વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીને મોટો ઝટકો

કાકીથી દૂર રહેવા પિતાએ સગીર દીકરાને સમજાવ્યો

સગીર દીકરાના કાકી સાથેના સંબંધની ખબર પડી જતાં પિતાએ કડકાઈથી તેના દીકરાને કાકીથી દૂર રહેવા સમજાવ્યો હતો પંરતુ મહિલા તેને સતત દબાણ કરતી હતી. જોકે કાકીના પ્રેમમાં પાગલ સગીર પણ માનવા તૈયાર નહોતો અને તેની સાથેનો સંબંધ ચાલુ રાખ્યો હતો. આખરે પિતાએ વાસણા પોલીસની મદદ લીધી અને પોલીસે મહિલાને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ