ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મતદારયાદીમાં નામ નથી કે સરનામું ખોટું છે? અમદાવાદમાં BLO રવિવારે રૂબરૂ મળશે

ચૂંટણી / મતદારયાદીમાં નામ નથી કે સરનામું ખોટું છે? અમદાવાદમાં BLO રવિવારે રૂબરૂ મળશે

Published By: Hiralal Parmar

Last Updated: 01:38 PM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મતદાનના દિવસે મત આપવા જાઓ અને મતદારયાદીમાં નામ જ ન મળે તો? આવી સ્થિતિ ટાળવા અમદાવાદના મતદારો માટે ચૂંટણી તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે.

ADVERTISEMENT

મતદાનના દિવસે મત આપવા જાઓ અને મતદારયાદીમાં નામ જ ન મળે તો? આવી સ્થિતિ ટાળવા અમદાવાદના મતદારો માટે ચૂંટણી તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે. મતદારયાદીમાં નામ ઉમેરવાનું બાકી રહી ગયું હોય, નામ-અટક કે સરનામામાં ભૂલ હોય અથવા અન્ય વિગતોમાં સુધારો કરાવવો હોય તો હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. આગામી ત્રણ રવિવારે મતદારો પોતાના વિસ્તારના મતદાન મથકે જઈને બૂથ લેવલ ઓફિસર (બીએલઓ)ને રૂબરૂ મળી શકશે.

ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી પૂર્ણ થયા બાદ મતદારયાદીની સતત સુધારણા પ્રક્રિયાના ભાગરૂપે આ વિશેષ ઝુંબેશ યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ 29નવેમ્બર, 6 અને13 ડિસેમ્બરના રોજ તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પ યોજાશે. સવારના 10 થી સાંજના પાંચ વાગ્યા સુધી બીએલઓ અને નિયુક્ત અધિકારીઓ હાજર રહીને અરજીઓ સ્વીકારશે.

આ ઝુંબેશનો સૌથી મોટો લાભ પ્રથમ વખત મતદાર બનનારા યુવાનોને મળશે. ૧૮થી ૧૯ વર્ષની વયના જે યુવાનોએ હજુ સુધી મતદાર તરીકે નામ નોંધાવ્યું નથી તેઓ ફોર્મ-૬ ભરીને અરજી કરી શકશે એટલું જ

આ પણ વાંચોઃ બોલિવૂડના 11 સેલેબ્સ પર જોખમના વાદળો, અનેકને મળી ચૂકી છે ધમકી તો 4 સ્ટાર્સ પર થઈ ચૂક્યા છે હુમલા!

કયા કામ માટે કયું ફોર્મ?

ફોર્મ-6: મતદારયાદીમાં નવું નામ ઉમેરવા માટે.

ફોર્મ-8: નામ, સરનામા સહિતની વિગતોમાં સુધારો અથવા મતદાર ઓળખપત્ર સંબંધિત ફેરફાર માટે.

ફોર્મ-7: મતદારયાદીમાં નામ સામે વાંધો અથવા નામ કમી કરાવવા માટે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ