ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શેર બજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 500 અને નિફ્ટી 25900ને પાર, કયા સ્ટોકમાં ભરતી?

બિઝનેસ / શેર બજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 500 અને નિફ્ટી 25900ને પાર, કયા સ્ટોકમાં ભરતી?

Published By: Hiralal Parmar

Last Updated: 10:21 AM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે શેર બજાર ખુલતાં સેન્સેક્સ અને અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવતાં રોકાણકારોને ચાંદી જ ચાંદી થઈ હતી. સેન્સેક્સ 500 અને નિફ્ટી 25900ને પાર પહોંચ્યાં હતા.

ADVERTISEMENT

આજે ઘરેલુ શેરબજારમાં ફરી તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી મોટા વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ સોમવારે 84,626.35 પોઈન્ટ પર ખુલ્યો હતો. ઘરેલુ શેરબજાર 0.83 ટકા અથવા 698.27 પોઈન્ટ વધીને 84617.98 પોઈન્ટ પર પહોંચ્યો. નિફ્ટીની વાત કરીએ તો, તે 25,929.15 પોઈન્ટ પર ખુલ્યો. નિફ્ટી 0.27 ટકા અથવા 70.85 પોઈન્ટની તેજી સાથે 25874.40 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. શુક્રવારે પણ ઘરેલુ શેરબજારોમાં તેજી જોવા મળી હતી. તે સમયે સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

કયા શેર્સનો ભાવ વધ્યો?

સેન્સેક્સના શેરોમાં TCS, ટેક મહિન્દ્રા, HCL ટેક, મારુતિ અને ઇન્ફોસિસના શેર શરૂઆતના ટ્રેડિંગમાં 1 ટકાથી વધુ વધ્યા હતા. IT ક્ષેત્રની કંપનીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. રિલાયન્સ, ITC, અદાણી પોર્ટ્સ, એટરનલ, SBI અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર પણ વધ્યા હતા. બીજી તરફ, આજના તેજીના વાતાવરણમાં પણ, ટાટા સ્ટીલ, ઈન્ડિગો, એક્સિસ બેંક, કોટક બેંકના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ PM મોદીએ પુતિનને ભારતની ભાષાઓ વિશે શું કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પણ રહી ગયા દંગ?

એશિયન બજારોમાં ઘટાડો

સોમવારે ઘણા એશિયન શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ૩.૭૪ ટકા, તાઇવાનનો તાઇએક્સ ૦.૯૩ ટકા અને હેંગ સેંગ ફ્યુચર્સ ૦.૯ ટકા ઘટ્યો. જાપાનનું શેરબજાર આજે બંધ છે. એશિયન બજારોમાં ઘટાડો વોલ સ્ટ્રીટ પર એઆઈ શેરોની સતત વેચાણને કારણે છે. શુક્રવારે સતત ચોથા સપ્તાહે સ્થાનિક શેરબજારોમાં વધારો થતાં, નિફ્ટીએ ભારતના સ્થાનિક બજાર માટે સકારાત્મક શરૂઆતનો સંકેત આપ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market news Stock Market

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ