ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઠંડીમાં ચોરીના બનાવ રોકવા પોલીસનો હોટ એક્શન પ્લાન, વિશેષ આયોજન અમલી

નિર્ણય / ઠંડીમાં ચોરીના બનાવ રોકવા પોલીસનો હોટ એક્શન પ્લાન, વિશેષ આયોજન અમલી

Published By: Hiralal Parmar

Last Updated: 01:34 PM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની શરૂઆત સાથે જ શહેરમાં ઘરફોડ ચોરીની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે.

ADVERTISEMENT

શિયાળાની શરૂઆત સાથે જ શહેરમાં ઘરફોડ ચોરીની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. ઠંડીના કારણે લોકો વહેલા ઘરમાં પુરાઈ જાય છે અને રાતે વહેલા સૂઈ જાય છે, જ્યારે અનેક પરિવારો બહારગામ ફરવા જતા હોવાથી મકાનો બંધ રહે છે. તસ્કરો લોકોની આ જ આદતનો લાભ ન ઉઠાવે તે માટે પોલીસે અત્યારથી જ સુરક્ષાનું ખાસ આયોજન કર્યું છે. રાતના સમયે જ્યારે શહેરની મોટા ભાગની સોસાયટીઓમાં શાંતિ છવાયેલી હશે ત્યારે પોલીસની ટીમો રસ્તા પર પેટ્રોલિંગ કરતી જોવા મળશે.

પોલીસની વ્યૂહરચનામાં સૌથી પહેલું ધ્યાન મોડી રાતના પેટ્રોલિંગ પર રહેશે. કાતિલ ઠંડીમાં પણ પોલીસની ટીમો વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરશે. ખાસ કરીને મધરાત બાદ શંકાસ્પદ વાહનોને રોકીને ચાલકોની પૂછપરછ કરવામાં આવશે. રાતના સમયે સોસાયટીઓની આસપાસ બિનજરૂરી આંટાફેરા કરતા શખ્સો, અજાણ્યા વાહનો અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવશે. પોલીસનું બીજું મહત્ત્વનું આયોજન સોસાયટી સ્તરે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનું છે. દરેક વિસ્તારમાં સોસાયટીના ચેરમેન, સેક્રેટરી અને રહીશો સાથે બેઠકો યોજવામાં આવશે. આ બેઠકોમાં ઘર બંધ કરીને બહાર જતી વખતે કઈ સાવચેતી રાખવી, અજાણી વ્યક્તિની અવરજવર પર કેવી રીતે નજર રાખવી અને ચોરીની આશંકા જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી તે અંગે સમજ આપવામાં આવશે.

આ ઉપરાંત સોસાયટીઓમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચાલુ છે કે નહીં તેની ખાતરી કરવા જણાવાશે. સિક્યોરિટી ગાર્ડને પણ રાતના સમયે સોસાયટીમાં પ્રવેશતા અજાણ્યા લોકોની પૂછપરછ કરવા, શંકાસ્પદ વાહનોની નોંધ રાખવા અને કોઈ વ્યક્તિ વારંવાર આંટાફેરા કરતી જણાય તો પોલીસને જાણ કરવા સૂચના અપાશે.

બીજી તરફ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ ચોરીની ઘટનાઓને રોકવા એલર્ટ મોડમાં રહેશે. અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને શકમંદોની પૂછપરછ કરવામાં આવશે. ખાસ કરીને બહારગામ જતા પરિવારોને ઘરની સુરક્ષા અને કીમતી સામાન સાચવવા અંગે સમજાવવામાં આવશે.

તસ્કરોને રોકવા પોલીસનું ખાસ પ્લાનિંગ

■ મધરાતે પેટ્રોલિંગ: કાતિલ ઠંડીમાં પણ પોલીસની ટીમો મોડી રાત સુધી વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે.

■ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ: રાતે ફરતાં વાહનો રોકીને ચાલકોની પૂછપરછ કરવામાં આવશે.

■ સોસાયટી સાથે સંકલન: ચેરમેન, સેક્રેટરી અને રહીશો સાથે સુરક્ષા અંગે બેઠકો યોજાશે.

■ સીસીટીવીની તપાસ: સોસાયટીના તમામ કેમેરા કાર્યરત રાખવા સૂચના અપાશે.

■ સિક્યોરિટી ગાર્ડ એલર્ટ: અજાણ્યા લોકો અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માર્ગદર્શન અપાશે.

■ ક્રાઈમ બ્રાંચની નજર: શકમંદોની પૂછપરછ અને વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારાશે.

■ બહારગામ જતા પરિવારોને સૂચના: બંધ મકાનો અને કીમતી સામાનની સુરક્ષા અંગે સાવચેતી રાખવા સમજાવાશે.

વધુ વાંચો : VIDEO : ગીર સોમનાથમાં સિંહનો વીડિયો વાયરલ, સિંહણ સામે અનેક યુવાનો ઊભા હોવાના દ્રશ્યો

ઘર બંધ કરતાં પહેલાં આટલી તકેદારી રાખવી

■ ઘરની તમામ બારીઓ અને દરવાજા યોગ્ય રીતે લોક કરો.

■ સોના-ચાંદીના દાગીના અને રોકડ સુરક્ષિત જગ્યાએ રાખો.

■ બહારગામ જવાની માહિતી સોશિયલ મીડિયા પર જાહેર ન કરો.

■ વિશ્વાસુ પાડોશી અથવા સિક્યોરિટી ગાર્ડને જાણ કરો.

■ ઘર અને સોસાયટીના સીસીટીવી કેમેરા ચાલુ રાખો.

■ ડોરમેટ કે મીટર બોક્સ પાસે ઘરની ચાવી ન રાખો.

■ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન દેખાય તો પોલીસને જાણ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ