ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ગીર સોમનાથમાં સિંહનો વીડિયો વાયરલ, સિંહણ સામે અનેક યુવાનો ઊભા હોવાના દ્રશ્યો
Last Updated: 12:14 PM, 23 November 2026
ADVERTISEMENT
ગીર સોમનાથ જિલ્લામાં સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સિંહણની સામે અનેક યુવાનો ઊભા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જંગલના રાજા ગણાતા સિંહની નજીક આટલી મોટી સંખ્યામાં યુવાનો ઊભા હોવાનો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયો કોડીનારના શુગાળા ગામ નજીક આવેલી માઇન્સ વિસ્તારનો અને ગઈકાલ સાંજ નો હોવાનું મનાઈ રહ્યું છે. સિંહણ શિકાર પર હોય છે ત્યાં અનેક યુવાનો દ્વારા સેલ્ફી અને વિડિઓ બનાવ્યો હોવાની આશંકા છે.
ADVERTISEMENT
સિંહણ સામે યુવાનોની ભીડ! કોડીનારમાં વીડિયો વાયરલ થતાં ચર્ચા ગીર સોમનાથ જિલ્લામાં સિંહણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં શિકાર પર નીકળેલી સિંહણની સામે અનેક યુવાનો ઊભા હોવાનું જોવા મળે છે. સિંહણ નજીક સેલ્ફી અને વીડિયો બનાવવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ વીડિયો કોડીનારના શુગાળા ગામ નજીક આવેલા માઇન્સ વિસ્તારનો અને ગઈકાલ સાંજનો હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર મામલે વન વિભાગ તપાસ કરે છે કે કેમ અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું. #Kodinar #GirSomnath #AsiaticLion #LionVideo #WildlifeSafety #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 23, 2026
વીડિયોમાં સિંહણ સામે યુવાનો ટોળે વળીને ઊભા હતા
ADVERTISEMENT
વીડિયોમાં સિંહણ સામે યુવાનો ટોળે વળીને ઊભા હોવાનું જોવા મળે છે. વન્યપ્રાણીની આટલી નજીક જવું જોખમી સાબિત થઈ શકે છે. સિંહણ ક્યારે આક્રમક બને તે કહી શકાય નહીં. આ વીડિયો સામે આવ્યા બાદ વન્યજીવ સુરક્ષા અને લોકોની બેદરકારીને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે, આ વીડિયો કયા સ્થળનો છે અને ક્યારે ઉતારવામાં આવ્યો છે તેની સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે.
આ પણ વાંચોઃ બોલિવૂડના 11 સેલેબ્સ પર જોખમના વાદળો, અનેકને મળી ચૂકી છે ધમકી તો 4 સ્ટાર્સ પર થઈ ચૂક્યા છે હુમલા!
ADVERTISEMENT
સિંહની પજવણી કરવી ગુનો
વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સિંહ કે સિંહણની નજીક જવું, રસ્તો રોકવો, વીડિયો ઉતારવા માટે હેરાન કરવા કે ગેરકાયદેસર 'લાયન શો' કરવા એ ગંભીર બિનજામીનપાત્ર ગુનો છે. આવા વાયરલ વીડિયો સામે આવ્યા બાદ ગુજરાત વન વિભાગ દ્વારા લોકેશન અને વાહન નંબરના આધારે તપાસ કરીને જવાબદાર શખ્સોની ધરપકડ અને દંડની કાર્યવાહી કરવામાં આવે છે. સિંહણ ખાસ કરીને જ્યારે બચ્ચાં સાથે હોય અથવા શિકાર પર હોય ત્યારે અત્યંત આક્રમક બની શકે છે, જેના કારણે નજીક ઊભા રહેલા લોકોના જીવ પર મોટું જોખમ ઊભું થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.