ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ચૂંટણી પહેલાં જૂથવાદ અને નિવેદનબાજી તેજ! ઓલપાડના MLAએ નારાજગી વ્યક્ત કરી, તો ડભોઈ MLAએ રેતી-માટી ચોરી કરનારાઓને લઈને ઉઠાવ્યા સવાલ!

રાજનીતિ / ચૂંટણી પહેલાં જૂથવાદ અને નિવેદનબાજી તેજ! ઓલપાડના MLAએ નારાજગી વ્યક્ત કરી, તો ડભોઈ MLAએ રેતી-માટી ચોરી કરનારાઓને લઈને ઉઠાવ્યા સવાલ!

Published By: Hiralal Parmar
Reported By: Nirmal Patel

Last Updated: 11:48 AM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ગ્રામ્યની ઓલપાડ બેઠકમાં ભાજપમાં જ આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ધારાસભ્ય મુકેશ પટેલે નારાજગી વ્યક્ત કરી છે.

ADVERTISEMENT

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજકીય પક્ષો પણ પોતપોતાના સોગઠા ગોઠવવા લાગ્યાં છે. ત્યારે હવે સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે તો ક્યાંક ભાજપના ધારાસભ્યોએ રાજનીતિમાં ચર્ચા જગાવે તેવા પણ નિવેદનો આપ્યાં છે.

સુરત ગ્રામ્યની ઓલપાડ બેઠકમાં ભાજપનો જુથવાદ

સુરત ગ્રામ્યની ઓલપાડ બેઠકમાં ભાજપનો જુથવાદ સામે આવ્યો છે. સ્નેહ મિલન સમારોહમાં ધારાસભ્ય મુકેશ પટેલએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ચાર વર્ષ મુકેશ પટેલ સારો લાગ્યો હવે સારો નથી લાગતો. તેમણે કહ્યું કે સુરત જિલ્લા પંચાયત સભ્ય બ્રિજેશ પટેલ કારોબારી અધ્યક્ષ ન બને તે માટે પણ ચિઠ્ઠી લખાઈ હતી. આ બધું બંધ થવું જોઈએ પોતાની લીટી ટૂંકી ના કરવી જોઈએ.

ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું વિવાદિત નિવેદન

ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રેતી માટી ચોરી કરનારા લોકો જ્યાં સુધી ભાજપમાં હશે ત્યાં સુધી બચાવ થશે. જે કઈ બોલું છું ડંકાની ચોટ પર બોલું છું, કોઈથી ગભરાઈને નથી બોલતો. રેતી માટી ચોરીને લઈ છોટાઉદેપુર CID ને તપાસ કરવા અરજી આપી છે.

આ પણ વાંચોઃ વડનગરને નવી આધ્યાત્મિક ઓળખ મળશે, શંકરાચાર્ય સ્વામીજીએ CMને કહ્યું- `હાટકેશ્વર મહાદેવ મંદિરને ગુજરાતની કાશી બનાવો'

કેતન ઈનામદાર નહીં લડે ચૂંટણી

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ચૂંટણી નહી લડવાનું જાહેર કર્યું છે. સ્નેહમિલન સમારોહમાં કેતન ઈનામદારે ચૂંટણી ન લડવાની વાતને ફરી દોહરાવી હતી. કેતન ઈનામદારે કહ્યું કે 2027 ની ચૂંટણી હું નથી લડવાનો એ બાબતે હું મારી વાત પર અડીખમ છું પછી ઈશ્વરની ઈચ્છા. પંચાયતની ચૂંટણીને લઈ કાર્યકરો અને આગેવાનોને ધારાસભ્ય કેતન ઈનામદારની શીખામણ છે. તેમણે કહ્યું કે પંચાયતની ચૂંટણીમાં મનભેદ થાય તો મોટું મન રાખીને ચૂંટણી લડજો. તેમણે એવી પણ અપીલ કરી કે ચૂંટણીને કારણે ગામની એકતા તૂટે નહીં એ જોજો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly election Gujarat Assembly 2027 election Gujarat Assembly 2027

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ