ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ! ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે
Last Updated: 11:36 AM, 24 November 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરના સરખેજ-ગ્યાસપુર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ દ્વારા તાત્કાલિક ધોરણે કુલ 8 ફાયર ફાઈટિંગ ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
ADVERTISEMENT
ફાયર વિભાગની 8 ગાડીઓ આગ ઓલવવા કામે લાગી
ઝૂંપડપટ્ટી વિસ્તાર હોવાના કારણે આગ વધુ ન ફેલાય તે માટે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. AFESના 8 ફાયર વ્હીકલ્સ અને ફાયર ફાઈટર્સની ટીમો સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લીલી પરિક્રમા દરમિયાન દાતાર પર્વત પર એક યાત્રિકે ગુમાવ્યો જીવ, શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી પ્રસરી
અગાઉ પણ અહીં જ લાગી હતી આગ
ADVERTISEMENT
ઉલ્લેખનીયછ કે થોડા સમય અગાઉ આ જ વિસ્તારમાં આગ લાગી હતી ત્યારે પણ મોટા પાયે નુકસાન થયું હતું.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.