ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સેલરી ₹3,00,00,000, તોય ખાવાનો ખર્ચ માત્ર 2600 રૂપિયા! Googleના કર્મચારીનું દિમાગ તો જુઓ

બિઝનેસ / સેલરી ₹3,00,00,000, તોય ખાવાનો ખર્ચ માત્ર 2600 રૂપિયા! Googleના કર્મચારીનું દિમાગ તો જુઓ

Published By: Jinal Chauhan

Last Updated: 09:00 AM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંકમાં કરોડો રૂપિયાની કમાણી જમા થતી હોવા છતાં એક યુવાન પોતાની જીવનશૈલી પાછળ બેફામ ખર્ચ કરતો નથી. 26 વર્ષના આ યુવકનું લક્ષ્ય 30 વર્ષની ઉંમર પહેલાં આર્થિક રીતે આઝાદ થવાનું છે.

ADVERTISEMENT

સામાન્ય રીતે સેલરી વધે એટલે લોકોના શોખ અને ખર્ચ પણ વધવા લાગે છે. મોંઘી કાર, લક્ઝરી ઘર અને મોંઘી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચવાની હોડ જોવા મળે છે. પરંતુ Googleમાં કામ કરતા 26 વર્ષના ચાર્લ્સ બ્રૂમફિલ્ડની વિચારસરણી આ બધાથી અલગ છે. કરોડોની કમાણી હોવા છતાં તે પોતાના રોજિંદા ખર્ચ પર કાબૂ રાખે છે.તેમની વાર્ષિક કમાણી આશરે 3 કરોડ રૂપિયા થવાની છે, પરંતુ ખાવા-પીવા પાછળનો ખર્ચ જાણીને તમને નવાઈ લાગશે. ઓગસ્ટ મહિનામાં તેમણે ગ્રોસરી અને બહાર જમવા પાછળ માત્ર 2600 રૂપિયા ખર્ચ્યા હતા. તેમની આ બચત પાછળ એક ખાસ વિચાર છે, જેનું નામ છે FIRE એટલે કે Financial Independence, Retire Early.

વાર્ષિક કમાણી આશરે 3 કરોડ રૂપિયા

ચાર્લ્સ બ્રૂમફિલ્ડ Googleમાં AI Security Analyst તરીકે કામ કરે છે. તેમની ઉંમર માત્ર 26 વર્ષ છે, પરંતુ આટલી નાની ઉંમરે તેમણે સારી એવી કમાણી ઊભી કરી છે. વર્ષ 2026માં તેમની અંદાજિત વાર્ષિક કમાણી 3.23 લાખ ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે આશરે 3 કરોડ રૂપિયા થવાની ધારણા છે.આટલી મોટી સેલરી હોવા છતાં તેમની ખર્ચ કરવાની રીત સામાન્ય લોકો કરતાં ઘણી અલગ છે. તેઓ પોતાની આવકનો મોટો ભાગ બચાવવા અને રોકાણ કરવા પર ધ્યાન આપે છે. ખાસ વાત એ છે કે તેમની પાસે પૈસા હોવા છતાં મોંઘી જીવનશૈલી જીવવાની કોઈ હોડ નથી.

ખાવા-પીવા પાછળ મહિનામાં માત્ર 2600 રૂપિયા!

ચાર્લ્સના ખર્ચની વાત કરીએ તો સૌથી વધુ આશ્ચર્ય તેમના ફૂડ બજેટને લઈને થાય છે. ઓગસ્ટ મહિનામાં તેમણે ગ્રોસરી અને બહાર જમવા પાછળ માત્ર 2,600 રૂપિયા ખર્ચ્યા હતા. તેમનો દર મહિને ખાવા-પીવાનો અંદાજિત ખર્ચ પણ આશરે 6,300 રૂપિયા છે.આટલો ઓછો ખર્ચ શક્ય બનવાનું એક મોટું કારણ તેમની કંપની તરફથી મળતી સુવિધાઓ છે. ચાર્લ્સ મોટાભાગનું ભોજન Googleની ઓફિસમાં જ કરે છે. તેના કારણે બહાર જમવા પાછળ પૈસા ખર્ચવાની જરૂર ઓછી પડે છે. આ ઉપરાંત કંપની તરફથી દરરોજ મેટ્રોમાં મુસાફરી કરવાનો ખર્ચ પણ આપવામાં આવે છે.

ચાર લોકો સાથે રહે છે, પોતાની કાર પણ નથી

કરોડોની કમાણી હોવા છતાં ચાર્લ્સ પોતાની જીવનશૈલીને સાદી રાખે છે. તેઓ અમેરિકાના વોશિંગ્ટન DCમાં ચાર લોકો સાથે એક એપાર્ટમેન્ટમાં રહે છે. એટલે કે અલગ મોંઘા ઘરમાં રહેવા પાછળ મોટી રકમ ખર્ચવાને બદલે તેઓ ઘરનું ભાડું અને અન્ય ખર્ચ બીજા લોકો સાથે વહેંચે છે.તેમની પાસે પોતાની કાર પણ નથી. ઓફિસ કે અન્ય જગ્યાએ જવા માટે તેઓ ચાલવાનું, સાયકલ ચલાવવાનું અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ઓગસ્ટ મહિનામાં ઘરનું ભાડું, વીજળી અને પાણી સહિતનો તેમનો કુલ ખર્ચ આશરે 99 હજાર રૂપિયા રહ્યો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ SC એગ્રોટેકે મેળવ્યો ₹86 કરોડનો ડોમેસ્ટિક સપ્લાય ઓર્ડર; એક જ મહિનામાં સ્ટોક 170% વધીને ઓલ-ટાઇમ હાઈ

શોખ પાછળ ખર્ચ કરવામાં પણ નથી કરતા કચાશ

ચાર્લ્સ દરેક બાબતમાં પૈસા બચાવે છે એવું પણ નથી. તેમને કિકબોક્સિંગનો ખૂબ શોખ છે અને આ શોખ પૂરો કરવા માટે તેઓ દર મહિને આશરે 20,600 રૂપિયા જિમની ફી તરીકે ખર્ચે છે.તેમનું માનવું છે કે પૈસા બચાવવાના ચક્કરમાં ખુશી આપતી વસ્તુઓ છોડી દેવી યોગ્ય નથી. જે વસ્તુથી જીવનમાં આનંદ મળે છે તેના માટે ખર્ચ કરવો જોઈએ. જોકે, બિનજરૂરી ખર્ચથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે.તેમની આ વિચારસરણી બતાવે છે કે બચત કરવાનો અર્થ દરેક જગ્યાએ ખર્ચ બંધ કરી દેવો એવો નથી. પરંતુ કઈ વસ્તુ પાછળ પૈસા ખર્ચવા અને કઈ જગ્યાએ બચત કરવી તે સમજવું વધારે જરૂરી છે.

17 વર્ષની ઉંમરથી જ શરૂ કરી હતી બચત

ચાર્લ્સને નાનપણથી જ પૈસા બચાવવાની ટેવ પડી હતી. તેમના માતા-પિતા બાળકોને પોતાની કમાણીનો અડધો ભાગ બચાવવાની સલાહ આપતા હતા. આ જ વાત તેમના જીવનમાં ખૂબ કામ લાગી.17 વર્ષની ઉંમરે તેમને FIRE વિશે જાણકારી મળી હતી. FIRE એટલે Financial Independence, Retire Early. આ એક એવી નાણાકીય વિચારસરણી છે, જેમાં વ્યક્તિ પોતાની આવકનો મોટો હિસ્સો બચાવે છે અને યોગ્ય જગ્યાએ રોકાણ કરે છે. સમય જતાં આ રોકાણમાંથી એટલી આવક ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે કે નોકરી કર્યા વગર પણ જીવનના ખર્ચ પૂરા કરી શકાય.વર્ષ 2022માં Knox Collegeમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ ચાર્લ્સે વાર્ષિક 1 લાખ ડોલરથી વધુ પગારવાળી નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે Amazon Web Services અને Capital One જેવી મોટી કંપનીઓમાં પણ કામ કર્યું. આ વર્ષે તેઓ Google સાથે જોડાયા હતા.

30 વર્ષની ઉંમર પહેલાં 7 કરોડનું રોકાણ કરવાનો ટાર્ગેટ

ચાર્લ્સનો સૌથી મોટો ટાર્ગેટ 30 વર્ષની ઉંમર થાય તે પહેલાં 7.5 લાખ ડોલર એટલે કે આશરે 7 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો તૈયાર કરવાનો છે. આ લક્ષ્ય પૂરું કરવા માટે તેઓ પોતાની કમાણીનો લગભગ 90 ટકા હિસ્સો બચાવે છે અને રોકાણ કરે છે.નોકરી ઉપરાંત તેઓ YouTube ચેનલ અને કરિયર કોચિંગના કામમાંથી પણ આશરે 48 હજાર ડોલરની કમાણી કરે છે. આમ, તેમની આવકના એકથી વધુ રસ્તા છે.ચાર્લ્સ માને છે કે વ્યક્તિ કેટલી ખુશ છે તેનો સીધો સંબંધ તે કેટલા પૈસા ખર્ચે છે તેની સાથે નથી. વધારે કમાણી કરવી જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી છે તે પૈસાનો યોગ્ય ઉપયોગ કરવો. તેમની આ જ આદત તેમને નાની ઉંમરમાં આર્થિક રીતે આઝાદ થવાના લક્ષ્ય તરફ આગળ વધારી રહી છે.

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Google Employee Money Management Financial Freedom

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ