ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કપડાંની ખરીદી કરવાના બહાને હોટલમાં યુવતી સાથે બાંધ્યો શરીર સંબંધ, ગુજરાતમાં કોંગ્રેસના આગેવાનની ધરપકડ
Last Updated: 07:13 AM, 24 November 2026
ADVERTISEMENT
ડાંગના આહવામાં 50 વર્ષીય દીપક પિંપળે વિરુદ્ધ દુષ્ક્રમનો ગુનો દાખલ કરાયો છે. કપડાંની ખરીદી કરવાના બહાને યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો ફરિયાદમાં આક્ષેપ છે. યુવતી માનસિક રીતે અશક્ત હોવાનું અને તેની દવા ચાલુ હોવાની જાણ આરોપીને હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપી દીપક પિંપળે અગાઉ ભાજપમાં સાથે છેડો ફાડી હાલમાં કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા છે.
ADVERTISEMENT
હોટલમાં લઈ જઈને દુ્ષ્કર્મ આચર્યું
આરોપી દીપક પિંપળે દ્વારા યુવતીને કપડાંની ખરીદી કરવાના બહાના હેઠળ વાંસદા ખાતે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ વાંસદા વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવતીને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ, ભોગ બનનારી યુવતી માનસિક રીતે અશક્ત છે અને તેની નિયમિત દવાઓ પણ ચાલુ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વર્ષના અંત સુધી ગુજરાતને મળશે ચિત્તાનો નવો પરિવાર, બનશે ભારતના મહેમાન
આહવા પોલીસે શરુ કરી તપાસ
ADVERTISEMENT
આહવા પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી છે. ઘટના વાંસદા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બની હોવા છતાં, આહવા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરાઈ છે. આહવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડી. કે. ચૌધરી દ્વારા આ કેસમાં પીડિતાના નિવેદનો અને મેડિકલ પુરાવાઓના આધારે તપાસ કરાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
ચમત્કાર કે અંધશ્રદ્ધા / શું ખરેખર મહીસાગર નદીમાંથી પ્રગટ થયાં મહાકાળી માં કે પછી કોઈએ મૂર્તિ ઊભી કરી દીધી?