ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વર્ષના અંત સુધી ગુજરાતને મળશે ચિત્તાનો નવો પરિવાર, બનશે ભારતના મહેમાન
Last Updated: 03:00 PM, 23 November 2026
ADVERTISEMENT
ગુજરાત આ વર્ષના અંત સુધીમાં કેન્યાથી આવેલા ચિત્તાના એક પરિવારનું સ્વાગત કરવા તૈયાર રહેશે. કેન્યાથી ચાર ચિત્તા—એક નર, એક માદા અને બે બચ્ચાં—ને ગુજરાતના કચ્છના બન્ની વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનોમાં વસાવવામાં આવશે. આ સ્થળ ભારતનું પ્રથમ ચિત્તા સંવર્ધન કેન્દ્ર બનશે.
ADVERTISEMENT
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ ગુજરાત ચિત્તાઓનું નિવાસસ્થાન બનનાર દેશનું બીજું રાજ્ય હશે. દેશના ચિત્તા પુનઃસ્થાપન કાર્યક્રમ અંતર્ગત આ પ્રાણીઓ ગુજરાતમાં લાવવામાં આવશે. વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે તૈયાર છીએ અને હવે પ્રાણીઓનાં આગમન પહેલાં માત્ર થોડા દિવસોની રાહ છે.
કેન્યાથી આવનાર ચિત્તાઓને શરૂઆતમાં ૫૦૦ હેક્ટરના વિશાળ વાડબંધ વિસ્તારમાં રાખવામાં આવશે. આ વિસ્તાર કેન્યાના ખુલ્લા સવાન્ના ઘાસનાં મેદાનો જેવો કુદરતી વસવાટ ઊભો કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ચિત્તાઓને નવાં વાતાવરણમાં અનુકૂળ થવા અને પ્રજનન માટે જરૂરી પરિસ્થિતિઓ મળી રહે. વિશાળ વિસ્તાર ચિત્તાઓની ઝડપથી દોડવાની અને લાંબા અંતર સુધી ફરી શકવાની કુદરતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે.
ADVERTISEMENT
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ)ની ટીમ બન્નીનાં ઘાસનાં મેદાનોની નિયમિત મુલાકાત લઈ રહી છે અને ચિત્તાઓ માટે આ સ્થળને મંજૂરી પણ આપી ચૂકી છે.
ADVERTISEMENT
મધ્યપ્રદેશમાં વસાવવામાં આવેલા ચિત્તાઓ નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા, જ્યારે ગુજરાતમાં આવનારા ચિત્તાઓ કેન્યાથી હશે. આથી ગુજરાતમાં ચિત્તાઓની નવી આનુવંશિક વંશાવળીનો પણ પ્રવેશ થશે. વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ચિત્તાઓને સૌપ્રથમ ભૂજ લાવવામાં આવશે અને ત્યાર બાદ બન્નીના કેન્દ્રમાં ખસેડવામાં આવશે. ત્યાં તેમને આશરે એક મહિના સુધી ક્વોરન્ટાઈનમાં રાખ્યા બાદ ખાસ તૈયાર કરાયેલા વાડબંધ વિસ્તારમાં છોડવામાં આવશે.
મધ્યપ્રદેશથી બે વાઘણ લાવવાની પણ તૈયારી
ADVERTISEMENT
ગુજરાતમાં ચિત્તા ઉપરાંત વાઘનું આગમન પણ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશમાંથી બે વાઘણોને પંચમહાલના રતનમહાલનાં જંગલોમાં લાવવાની યોજના છે. હાલમાં ગુજરાતમાં એક વાઘ છે.
આશરે દોઢ વર્ષ પહેલાં એક નર વાઘને રતનમહાલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ પ્રજનન માટે માદા વાઘને પણ ત્યાં લાવવાની યોજના બનાવવામાં આવી હતી. તાજેતરમાં એનટીસીએની ટીમે આ સ્થળની મુલાકાત લઈ વાઘના સ્થળાંતરને મંજૂરી આપી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં એશિયાઈ સિંહ અને દીપડા પહેલેથી જ વસવાટ કરે છે. ચિત્તા અને વાઘનું આગમન રાજ્યને ભારતની પાંચ મોટી બિલાડીવંશીય પ્રજાતિઓમાંથી ચાર પ્રજાતિઓનું ઘર બનાવશે. રાજ્ય હવે તેના વન્યજીવન પરિવારમાં વધુ બે મહત્ત્વના સભ્યો ઉમેરવાની તૈયારી કરી રહ્યું છે.
ચિત્તા પુનઃસ્થાપન અભિયાનની શરૂઆત
ADVERTISEMENT
ભારતમાં પ્રોજેક્ટ ચિત્તાની શરૂઆત સપ્ટેમ્બર ૨૦૨૨માં થઈ હતી. તે સમયે નામીબિયાથી આઠ ચિત્તાનું પ્રથમ જૂથ ભારતમાં લાવવામાં આવ્યું હતું. તેમાં પાંચ માદા અને ત્રણ નર ચિત્તાનો સમાવેશ હતો. ત્યાર બાદ ફેબ્રુઆરી ૨૦૨૩માં દક્ષિણ આફ્રિકાથી વધુ ૧૨ ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ તમામ ચિત્તાને મધ્યપ્રદેશમાં વસાવવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો