ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:28 AM, 24 November 2026
1/7
ન્યૂ યોર્કથી લઈને મુંબઈ સુધીના સોના-ચાંદીના બજારોમાં ઉથલપાથલના સમયગાળા બાદ, હવે બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે. સોમવારે રાત્રે, મુંબઈ સ્થિત MCX પર સોનાના ભાવમાં 3.48 %નો ઉછાળો આવ્યો અને તે પ્રતિ 10 ગ્રામ દીઠ 1.26 લાખની સપાટીને પાર કરી ગયો, જ્યારે ચાંદીના ભાવમાં 4.32 %નો વધારો થતાં તે પ્રતિ કિલોગ્રામ 154205 રુપિયા પર પહોંચી ગઈ. બીજી તરફ, ન્યૂ યોર્કમાં હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) 3.3 %ના વધારા સાથે પ્રતિ ઔંસ 3,656.82 પર ટ્રેડ થઈ રહ્યું હતું, અને ચાંદીના ભાવમાં 5.4 %નો વધારો થતાં તે પ્રતિ ઔંસ 43.37 પર પહોંચી ગઈ. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે જ આ કિંમતી ધાતુઓના ભાવમાં આશરે 16%નો ઘટાડો જોવા મળ્યો હતો.
2/7
અમેરિકન ટેક કંપની 'એનવિડિયા'માં જેન્સેન હુઆંગની CEO પદે વાપસીએ વૈશ્વિક બજારમાં જોખમ લેવાની ક્ષમતાને મજબૂત બનાવી છે. તેની અસર સોના અને અન્ય ધાતુઓના ભાવ પર પણ જોવા મળી છે. ગયા અઠવાડિયે લગભગ 9 ટકાનો ઘટાડો નોંધાયા બાદ, સોમવારે સોનાના ભાવમાં જોરદાર સુધારો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સોનાના ભાવમાં 4.3 ટકા સુધીનો ઉછાળો આવ્યો અને તે પ્રતિ ઔંસ લગભગ 3,690 ડોલરની સપાટીએ પહોંચી ગયા. ન્યૂ યોર્કમાં, સ્પોટ ગોલ્ડ 3.3 ટકાના વધારા સાથે પ્રતિ ઔંસ 3,656.82 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ADVERTISEMENT
3/7
ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા પછી, સોનાના ભાવમાં લગભગ એક તૃતીયાંશ જેટલો ઘટાડો થયો છે. ઊર્જાના વધતા ખર્ચને કારણે વધી રહેલો ફુગાવો અને મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજ દરો ઊંચા જાળવી રાખવાની અપેક્ષા આ પરિબળોએ સોના પર દબાણ ઊભું કર્યું છે.
4/7
ADVERTISEMENT
5/7
6/7
યુનાઇટેડ સ્ટેટ્સમાં મોંઘવારીને નિયંત્રિત કરવા માટે ફેડરલ રિઝર્વ વ્યાજ દરો ઊંચા જાળવી રાખી શકે છે. મોંઘવારીની સ્થિતિને જોતાં, ફેડના ઘણા અધિકારીઓ કડક નાણાકીય નીતિની તરફેણ કરી રહ્યા છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ચેતવણી આપી છે કે મોંઘવારીના આંકડાના પ્રતિભાવમાં અતિશય કડક પગલાં લેવાથી અમેરિકી અર્થતંત્રને નુકસાન થઈ શકે છે. રોકાણકારો હવે યુએસ 'પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર' મોંઘવારીના આંકડા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જે સપ્તાહના મધ્યમાં જાહેર થવાના છે. મોંઘવારીને માપવા માટે ફેડરલ રિઝર્વ આ માપદંડને સૌથી વધુ મહત્વ આપે છે. આ ઉપરાંત, બજાર બેરોજગારી ભથ્થાના દાવાઓ અને નવા ઘરોનાં વેચાણના આંકડા પર પણ નજર રાખશે. જો મોંઘવારીના આંકડા અપેક્ષા કરતાં વધુ આવે, તો વ્યાજ દરોમાં વધુ વધારો થવાની શક્યતા પ્રબળ બની શકે છે. આનાથી ડોલર મજબૂત થશે અને સોનાના ભાવ પર ફરી દબાણ આવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
5 ફોટોઝ
Kartik Purnima 2026 / આજે કારતક પૂર્ણિમા, આ રાશિઓને થશે મોટો લાભ! વ્યાપાર અને નોકરીમાં દેખાશે મોટો બદલાવ
ટોપ સ્ટોરીઝ