ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શું ખરેખર મહીસાગર નદીમાંથી પ્રગટ થયાં મહાકાળી માં કે પછી કોઈએ મૂર્તિ ઊભી કરી દીધી?
Last Updated: 09:26 PM, 23 November 2026
ADVERTISEMENT
મહીસાગર જીલ્લા ના મલેકપુર પાસે આવેલ તાંત્રોલી બ્રિજ નીચેથી મહીસાગર નદીમાં મહાકાળી માતાની મૂર્તિ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક ભક્તો ત્યાં ફૂલહાર ચડાવવા પહોંચી રહ્યા છે. જોકે છેલ્લા દસ દિવસથી આ મૂર્તિના અનેક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેને લઇ સોશિયલ મીડિયામાં હાલ ઘરમાં આવો તે જ બન્યો છે.
ADVERTISEMENT

માતાજીની મૂર્તિના દર્શન કરવા માટે શ્રદ્ધાભેર લોકો આવે છે
ADVERTISEMENT
ત્યારે અહીં મોટી સંખ્યામાં આજુબાજુથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર અનેક એવી કોમેન્ટો આવી રહી છે કે આ મૂર્તિ ખંડિત છે અને તે પાણીમાં પધરાવેલી હતી. ત્યારે કોણ તેને અહીં ઉભી કરી બીજી તરફ સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા તે મૂર્તિને હટાવીને ચેક પણ કરવામાં આવી પરંતુ મૂર્તિ ખંડિત હોવાનું સામે આવ્યું ત્યારે તે વ્યક્તિ દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો. પરંતુ સ્થાનિક આસ્થા એટલી પ્રબળ હતી કે લોકોએ તેનો જ વિરોધ કર્યો હાલ તો લોકો માતાજીની મૂર્તિના દર્શન કરવા માટે શ્રદ્ધાભેર અહીં આવી રહ્યા છે.

ADVERTISEMENT
વહીવટી તંત્ર આ બાબતે પૂરતું ધ્યાન આપે તેવી માંગ
બીજી તરફ જેને આસ્થા છે તે લોકો તો અહીં આવશે જ અને અહીં મંદિર પણ બનાવશે તેવું જણાવી રહ્યા છે ત્યારે હાલ આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા ને લઇ લોકોમાં વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે અહીં મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે પૂરતું ધ્યાન આપી યોગ્ય નિર્ણય કરે તેવી હાલતો હિન્દુ લોકોની માંગ થઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જુના ડીસામાં પોતાના ઘર બચાવવા 240 પરિવારો પહોંચ્યા કલેક્ટર કચેરી, અને પછી...!
પાણી આવતા બાધા પુરી કરવા આવ્યા હતા
ADVERTISEMENT
શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, જે લોકોએ બાધા રાખી હોય કે બે બોર મુકાયા. બીજી તરફ એ માણસને ફોટામાં બાધા રાખીને 200 થી 300 ફૂટ બોર કરાયો. ત્યારે પાણી આવતા મોટર ચાલુ થઈ ગઈ એટલે એ લોકો કાલે બાધા પુરી કરવા આવ્યા. અહીંયે એક વિશ્વાસ છે અને શ્રદ્ધાળુઓને શ્રદ્ધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો