ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શું તમે પણ કિંમતોમાં ઘટાડા વચ્ચે સોનું વેચી રહ્યાં છો? તો ભારે પડશે આ 4 ભૂલ

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / શું તમે પણ કિંમતોમાં ઘટાડા વચ્ચે સોનું વેચી રહ્યાં છો? તો ભારે પડશે આ 4 ભૂલ

Last Updated: 06:12 PM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સોનાના ભાવમાં ઘટાડો થતાં જો તમે જૂના ઘરેણાં વેચવાનું વિચારી રહ્યા છો, તો થોડી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. જેમાં સોનાની શુદ્ધતાથી લઈને વજન અને જ્વેલર્સની કપાત સુધીની આ 4 ભૂલો ટાળશો તો તમારા જૂના સોનાના બદલામાં યોગ્ય કિંમત મેળવી શકશો.

1/5

photoStories-logo

1. સોનું વેચાણ

સોનાના ભાવમાં ઘટાડો થયો હોય ત્યારે ઘણા લોકો પોતાના જૂના ઘરેણાં વેચવાનું વિચારે છે. પરંતુ બજારમાં જે ભાવ ચાલી રહ્યો હોય તે જ તમને મળી જાય એવું જરૂરી નથી. જૂની જ્વેલરીની કિંમત સોનાની શુદ્ધતા, અસલી વજન અને સોની તરફથી થતી કપાત પર આધાર રાખે છે. જો તમે પણ સોનું વેચવાનું વિચારી રહ્યા છો તો આ ચાર સામાન્ય ભૂલો ટાળો નહીંતર તમારા ખિસ્સાને નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સોનાની શુદ્ધતા ચકાસ્યા વગર વેચશો નહીં

ઘણી વખત ઘરેણાં પર 22 કેરેટ લખેલું હોય છે પણ બનાવટ કે મિલાવટને કારણે અસલી શુદ્ધતા અલગ હોઈ શકે છે. વેચતા પહેલાં હૉલમાર્ક અને HUID નંબર તપાસો. BIS Care એપ દ્વારા પણ ચકાસી શકાય છે. જેમાં સોનીને સ્પષ્ટ કહો કે શુદ્ધતા ચેક કરાવીને જ કિંમત કાઢે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. વજનની ગણતરીમાં છેતરપિંડી થવા ન દો

કુલ વજન જ મહત્ત્વનું નથી. પત્થર, મોતી કે બીજા બિન-સોનાના ભાગો કાપીને જ શુદ્ધ સોનાના વજન પર ભાવ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે ચેઈનનું કુલ વજન 20 ગ્રામ હોય અને 2 ગ્રામ પત્થર હોય તો કિંમત 18 ગ્રામના આધારે નક્કી થઈ શકે છે. તેથી કુલ વજન અને શુદ્ધ સોનાનું વજન અલગ-અલગ પૂછો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પહેલી દુકાન પર જ વેચી ન નાખો

દરેક જ્વેલર જૂના સોનાની એકસરખી કિંમત આપતો નથી. ઉતાવળ કરવાને બદલે ઓછામાં ઓછા બે-ત્રણ જગ્યાએ ભાવ પૂછો. જ્યાં સારો અને વાજબી ભાવ મળે ત્યાં વેચો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કપાત વિશે સ્પષ્ટતા મેળવો

અમુક સોની પીગાળવા, રિફાઈનિંગ કે બીજા ખર્ચના નામે રકમ કાપે છે. દરેક કપાત ખોટી નથી પણ તેનું કારણ જાણવું જરૂરી છે. કેટલું અને શા માટે કપાત થઈ રહી છે તે સ્પષ્ટ પૂછો અને એક વખતમાં જ અંતિમ કિંમત નક્કી કરી લો જેથી પછીથી વધારાની કપાત ન થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Selling Old Gold Jewellery Gold Selling Tips Gold Price Crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ