ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:04 PM, 23 November 2026
ADVERTISEMENT
અમદાવાદમાં હવે માત્ર આંખોમાં બળતરા કે ગળામાં ખરાશ જ નહીં, હવાની ગુણવત્તા ફેફસાંની કાર્યક્ષમતા પર પણ અસર કરી રહી છે. રસ્તા પર ઊડતી ધૂળ, વાહનોનો ધુમાડો, બાંધકામ સાઈટનું પ્રદૂષણ અને બદલાતી ઋતુના મિશ્રણથી શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને અસ્થમા અને સીઓપીડી (COPD)ના દર્દીઓ માટે આ સ્થિતિ વધુ જોખમી બની રહી છે. સામાન્ય રીતે થોડું ચાલવાથી કે સીડી ચઢવાથી શ્વાસ ચઢવો, રાતે ઉધરસ આવવી, છાતીમાં ભાર લાગવો અને વારંવાર કફ થવા જેવી ફરિયાદોને લોકો સામાન્ય માનીને અવગણે છે, પરંતુ આ ફેફસાંની બીમારીના સંકેત પણ હોઈ શકે છે.
ADVERTISEMENT
સીઓપીડી એટલે કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝમાં ફેફસાંની હવાની નળીઓમાં અવરોધ સર્જાય છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. સામાન્ય માન્યતા એવી છે કે આ બીમારી માત્ર સિગારેટ પીનારાઓને જ થાય છે, પરંતુ સતત ધૂળ, ધુમાડો, રસોઈના બળતણનો ધુમાડો અને પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેતા લોકો પણ જોખમમાં આવી શકે છે. લાંબા સમયથી ઉધરસ અને કફ રહેતાં હોય તો ફેફસાંની તપાસ કરાવવી જરૂરી છે. ગત વર્ષે ૧૦૮ ઈમર્જન્સી સેવાના આંક મુજબ અમદાવાદમાં શ્વાસની તકલીફ સંબંધિત ૩૧,૧૬ર ઈમર્જન્સી કોલ નોંધાયા હતા. ગુજરાતમાં આવા કોલની સંખ્યા ૧.ર૯ લાખથી વધુ હતી. શહેરમાં બગડતી હવાની ગુણવત્તા વચ્ચે શ્વસનરોગના દર્દીઓની સારવારની જરૂરિયાત વધી રહી છે.
પલ્મોનોલોિજસ્ટ ડો. નિતેશ શાહના જણાવ્યા અનુસાર માત્ર ધૂમ્રપાન કરનારાઓ જ નહીં, પરંતુ ધૂળ-ધુમાડાના સંપર્કમાં રહેતા લોકો પણ સીઓપીડીના જોખમમાં આવી શકે છે. ખાસ કરીને બાંધકામ સાઈટ, ટ્રાફિકથી ભરેલા રસ્તા અને ઔદ્યોગિક વિસ્તારોની આસપાસ રહેતા લોકોમાં શ્વસનતંત્રની સમસ્યાઓ વધી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાણકી વાવના પથ્થરોને સૂક્ષ્મ જીવોથી નુકસાન, નવા અભ્યાસમાં ચિંતાજનક ખુલાસો
આવા દર્દીઓને સલાહ છે કે -
ADVERTISEMENT
* સતત બે-ત્રણ અઠવાડિયાં ઉધરસ રહે તો તપાસ કરાવો.
* શ્વાસ ચઢવો, સીટી જેવો અવાજ આવવો કે છાતીમાં જકડાણ થાય તો અવગણશો નહીં.
ADVERTISEMENT
* ધૂળવાળા વિસ્તારોમાં માસ્કનો ઉપયોગ કરો.
* ડોક્ટરની સલાહ વગર ઈન્હેલર બંધ ન કરો.
ADVERTISEMENT
* ફેફસાંની કાર્યક્ષમતા જાણવા સ્પાયરોમેટ્રી ટેસ્ટ કરાવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો