ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:31 PM, 23 November 2026
ADVERTISEMENT
ભારતીય શેરબજારમાં 23 નવેમ્બરે જોરદાર ઘટાડો નોંધાયો છે, જેના કારણે નિફ્ટી 25,400ની નીચે અને સેન્સેક્સ 82,400ની નીચે આવી ગયો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોને રૂ. 5 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે, જેનું મુખ્ય કારણ પ્રોફિટ બુકિંગ અને નકારાત્મક વૈશ્વિક સંકેતો રહ્યા છે.
ADVERTISEMENT
23 નવેમ્બરે ભારતીય ઈક્વિટી માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં નિફ્ટી 25,400ના સ્તરની નીચે આવી ગયો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1,483.72 પોઈન્ટ્સ એટલે કે 1.77 ટકા ઘટીને 82,435.99 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 434.20 પોઈન્ટ્સ ઘટીને 25,366.40 પર બંધ થયો હતો.
આજના ઘટાડાથી રોકાણકારોને રૂ.5 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. શુક્રવારે બજાર બંધ સમયે તમામ સેન્સેક્સ કંપનીઓની કુલ બજાર મૂડી રૂ. 5,14,18,274.69 કરોડ હતી, જે આજે બજાર બંધ સમયે રૂ. 5.30 લાખ કરોડ ઘટીને રૂ. 5,08,87,869.46 કરોડ થઈ હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બિઝનેસ / સોનામાં ₹2,772 અને ચાંદીમાં ₹3,856નો ઉછાળો! લાંબા સમયથી ચાલી રહેલા ઘટાડા પર બ્રેક
ADVERTISEMENT
આ શેર સૌથી વધુ તૂટ્યા હતા
નિફ્ટીમાં સૌથી વધુ ઘટતા શેરોમાં ટાટા સ્ટીલ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દાલ્કો અને એસબીઆઈનો સમાવેશ થાય છે, જ્યારે તેજી વાળા શેરોમાં ટીસીએસ, ટેક મહિન્દ્રા, શ્રીરામ ફાઈનાન્સ, એચસીએલ ટેક્નોલોજીસ અને ટાઇટન કંપનીનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય અન્ય તમામ સેક્ટોરલ સૂચકાંક નુકસાન સાથે બંધ થયા છે. મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ બેંક, પ્રાઈવેટ બેંક, ઈન્ફ્રા અને એનર્જી સેક્ટરમાં 1 થી 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ADVERTISEMENT
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો