ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાણકી વાવના પથ્થરોને સૂક્ષ્મ જીવોથી નુકસાન, નવા અભ્યાસમાં ચિંતાજનક ખુલાસો

ખુલાસો / રાણકી વાવના પથ્થરોને સૂક્ષ્મ જીવોથી નુકસાન, નવા અભ્યાસમાં ચિંતાજનક ખુલાસો

Published By: Vishal Khamar

Last Updated: 03:43 PM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

: પાટણની યુનેસ્કો વિશ્વ ધરોહર રાણકી વાવના રેતિયા પથ્થરો પર બેક્ટેરિયા, બાયોફિલ્મ અને રાસાયણિક પ્રક્રિયાઓની અસર અંગે નવા અભ્યાસમાં ચિંતા વ્યક્ત કરાઈ.

ADVERTISEMENT

પાટણની ૧૧મી સદીમાં બનેલી રાણકી વાવ તેની બારીક કોતરણી, દેવદેવીઓની મૂર્તિઓ, ધાર્મિક આકૃતિઓ અને પૌરાણિક દૃશ્યો માટે જાણીતી છે. લગભગ એક હજાર વર્ષથી અડીખમ ઊભેલી આ ઐતિહાસિક વાવને ૨૦૧૪થી યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન મળ્યું છે. જોકે, હવે એક નવા અભ્યાસમાં આ ઐતિહાસિક સ્મારકના રેતિયા પથ્થરોને નુકસાન પહોંચાડતા સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અને તેમની રાસાયણિક પ્રક્રિયા સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રક્રિયા એવી છે, જે દેખીતી રીતે કોઈ નિશાની આપ્યા વિના પણ આગળ વધી શકે છે.

'યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવ, ભારત: બહુવિધ વિશ્લેષણાત્મક નિદાન અભ્યાસ' નામનો આ અભ્યાસ થયો છે. સંશોધકોએ સૂક્ષ્મ જીવોના અભ્યાસને ખનિજ અને રાસાયણિક વિશ્લેષણ સાથે જોડીને પથ્થરના ધોવાણમાં સંભવિત રીતે જવાબદાર સૂક્ષ્મ જીવ સમુદાયો અને તેમનાં સંયોજનો ઓળખવાનો પ્રયાસ કર્યો હતો. ધોવાણ સાથે સંકળાયેલાં ૧૨ સ્થળેથી નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. તેમાં સૂક્ષ્મ જીવોની વસાહતો, બાયોફિલ્મ્સ અને ભેજવાળા કાંપનો સમાવેશ થાય છે.

સંશોધકોએ એક્સ-રે આધારિત પદ્ધતિઓ, ક્રોમેટોગ્રાફી અને સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરીને સૂક્ષ્મ જીવ પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં રાસાયણિક તત્ત્વો ઓળખ્યાં હતાં.

અભ્યાસમાં મુખ્યત્વે ફર્મિક્યુટ્સ (૬૧.૫ ટકા), ફેરોઈડ્સ (૧૮.૫ ટકા), પ્રોટીઓબેક્ટેરિયા (૧૮ ટકા) અને એક્ટિનોબેક્ટેરિયા (૧.૪ ટકા) સહિતના બેક્ટેરિયા જૂથો નોંધાયાં હતાં. આ ઉપરાંત, કેટલાક બેક્ટેરિયા ચીકણી જૈવિક રચના સાથે સંકળાયેલા હોવાનું જણાયું હતું, જે સૂક્ષ્મ જીવોને પથ્થરની સપાટી સાથે ચોંટીને બાયોફિલ્મ બનાવવામાં મદદ કરે છે.

આ બાયોફિલ્મ ભેજ જાળવી રાખે છે અને રાસાયણિક સંયોજનોને સપાટી પર અટકાવી રાખે છે, જેના કારણે પથ્થર પર નાના સૂક્ષ્મ વાતાવરણ સર્જાય છે અને ધોવાણની પ્રક્રિયાને વેગ મળી શકે છે.

આ પણ વાંચોઃ વર્ષના અંત સુધીમાં ગુજરાતને મળશે ચિત્તાનો નવો પરિવાર, બનશે ભારતના મહેમાન

પથ્થરની અંદર સુધી અસર કરતી રાસાયણિક પ્રક્રિયા

રાસાયણિક વિશ્લેષણમાં એવા એસિડ પણ ઓળખાયા હતા, જે કેલ્સાઈટને ઓગાળીને ખનિજોનાં ધોવાણમાં ફાળો આપી શકે છે. સંશોધકના જણાવ્યા અનુસાર, ચયાપચયની પ્રક્રિયામાં ઉત્પન્ન થતાં મેટાબોલાઈટ્સ રેતિયા પથ્થરની છિદ્રાળુતા વધારે છે, જ્યારે કેટલાંક રાસાયણિક સંયોજનો પાણીના પથ્થરની અંદર પ્રવેશવાના માર્ગને બદલી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rani ki Vav UNESCO World Heritage Site Rani ki Vav sandstone deterioration Patan News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ