ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અયોધ્યાથી નેપાળ જવા હવે વિઝાની જરૂર નહીં, બસ સાથે રાખવા પડશે આ 2 ડોક્યુમેન્ટ્સ

નેશનલ / અયોધ્યાથી નેપાળ જવા હવે વિઝાની જરૂર નહીં, બસ સાથે રાખવા પડશે આ 2 ડોક્યુમેન્ટ્સ

Published By: Nirav Kumar

Last Updated: 04:22 PM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાથી નેપાળના જનકપુર ધામ જવા માટે હવે મુસાફરો માટે નવી ટ્રેન સેવાની શરૂઆત થવા જઈ રહી છે. આ મુસાફરી માટે વીઝાની જરૂર નહીં પડે પરંતુ સરહદ પાર કરતાં પહેલાં કયા બે ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે.

ADVERTISEMENT

અયોધ્યાથી જનકપુર ધામ સુધીની નવી ટ્રેન સેવા હવે શરૂ થવાની છે. આ એક એવી લિંક છે જે માત્ર બે શહેરોને જ નહીં પણ બે દેશોને રામાયણની પરંપરા સાથે જોડે છે. ભગવાન રામની જન્મભૂમિ અને મા સીતાની પિતૃભૂમિ વચ્ચે હવે સીધી રેલ સેવા ઉપલબ્ધ થશે.

ભારતીય રેલવેએ અયોધ્યા કેન્ટ અને નેપાળના જનકપુર ધામ વચ્ચે સાપ્તાહિક ટ્રેનની મંજૂરી આપી છે. આ સેવા 28 નવેમ્બરથી શરૂ થવાની છે. ટ્રેન અંદાજે 604 કિલોમીટરનું અંતર લગભગ 19 કલાકમાં કાપશે. સપ્તાહમાં એક વાર ચાલશે જેમાં શનિવારે જનકપુરથી અને સોમવારે અયોધ્યા કેન્ટથી જશે.

આ ટ્રેન બિહાર અને ઉત્તર પ્રદેશના મહત્વના સ્ટેશનોમાંથી પસાર થશે. જેમાં જયનગર, મધુબની, સીતામઢી, રક્સૌલ, નરકટિયાગંજ, ગોરખપુર, બસ્તી, મનકાપુર અને અયોધ્યા ધામ જેવા સ્ટેશનો પર તે અટકશે. એટલે કે આ સ્ટેશનોમાંથી પણ સફર શરૂ કરી શકાશે.

જેમાં સૌથી મોટી સુવિધા એ છે કે ભારતીય નાગરિકોને નેપાળ જવા માટે વિઝાની જરૂર નથી. માત્ર માન્ય વોટર આઈડી કાર્ડ કે પાસપોર્ટ સાથે રાખવું પૂરતું છે. જેમાં સીમા પાર કરતી વખતે જયનગરમાં ઓળખપત્રોની તપાસ થશે આથી અસલી ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા વધુ સારું.

વધુ વાંચો : 'નેપાળ વગર આપણા રામ અધૂરા', 24 હજાર કરોડના પેકેજનું PM મોદીનું એલાન, અયોધ્યા-જનકપુર ટ્રેનને દેખાડી લીલીઝંડી

આ સર્વિસ તીર્થયાત્રીઓ, પ્રવાસીઓ અને વ્યવસાય કે પારિવારિક કારણોસર મુસાફરી કરનારાઓ માટે સરળ ઓપ્શન બની રહેશે. જેમાં રામાયણ સર્કિટને વેગ મળશે અને ભારત-નેપાળ વચ્ચે ધાર્મિક તેમજ સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Travel Documents Ayodhya to Janakpur Train India Nepal Train

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ