ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / હવે મેસેજ વાંચ્યા પછી આપમેળે થઈ જશે ગાયબ! ન સ્ક્રીનશોટ લઈ શકાશે કે ન તો કોપી કરી શકાશે
6 ફોટો ગેલેરી
Last Updated: 02:22 PM, 23 November 2026
1/6
આ ફીચરની મદદથી તમે કોઈને અંગત મેસેજ મોકલશો તો તે વ્યક્તિ તેને એક જ વાર ખોલી શકશે. મેસેજ વાંચીને બહાર નીકળતાં જ તે ગાયબ થઈ જશે. ખાસ વાત એ છે કે સામેની વ્યક્તિ મેસેજનો સ્ક્રીનશોટ પણ લઈ શકશે નહીં કે તેને કોપી કરીને બીજી જગ્યાએ સેવ કરી શકશે નહીં. આ ફીચર કેવી રીતે કામ કરશે અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકશો તે જાણીએ.
2/6
WhatsApp અત્યાર સુધી ફોટો, વીડિયો અને વોઇસ મેસેજ માટે View Once ફીચર આપતું હતું. એટલે કે યુઝર્સ કોઈ ફોટો કે વીડિયો મોકલે તો સામેની વ્યક્તિ તેને માત્ર એક જ વાર જોઈ શકતી હતી. હવે આ જ સુવિધા ટેક્સ્ટ મેસેજ માટે પણ લાવવામાં આવી રહી છે. આ ફીચર ખાસ કરીને iPhone યુઝર્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેના કારણે હવે કોઈ અંગત વાત કે ટૂંકી માહિતી મોકલ્યા પછી તે મેસેજ સામેની વ્યક્તિની ચેટમાં કાયમી રીતે રહેતો નહીં હોય.
ADVERTISEMENT
3/6
આ ફીચરની સૌથી ખાસ વાત એ છે કે મેસેજ સામેની વ્યક્તિ માત્ર એક જ વાર વાંચી શકશે. જ્યારે રિસીવર મેસેજ ખોલશે ત્યારે તેને વાંચવાની તક મળશે. ત્યારબાદ તે મેસેજ જોવાની સ્ક્રીન બંધ કરીને ચેટમાં પાછો જશે તો મેસેજનો અસલ ટેક્સ્ટ ફરીથી જોઈ શકશે નહીં. તેની જગ્યાએ Opened લખેલું દેખાઈ શકે છે. જો મોકલનાર અને રિસીવર બંને તરફ Read Receipts ચાલુ હશે તો મોકલનારને પણ મેસેજ ખોલવામાં આવ્યો હોવાની જાણ થઈ શકશે.
4/6
આ ફીચરમાં પ્રાઈવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે WhatsApp પર કોઈ મેસેજ આવે તો સામેની વ્યક્તિ તેનો સ્ક્રીનશોટ લઈ શકે છે અથવા મેસેજ કોપી કરીને બીજી જગ્યાએ મોકલી શકે છે. પરંતુ View Once Text Messageમાં આ વિકલ્પો બંધ રાખવામાં આવશે. યુઝર મેસેજને સિલેક્ટ કરીને કોપી કરી શકશે નહીં. તેને ફોરવર્ડ કે શેર કરવાનો વિકલ્પ પણ નહીં મળે. આ ઉપરાંત મેસેજ જોતી વખતે સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડિંગ પર પણ રોક રહેશે. જોકે કોઈ વ્યક્તિ બીજા ફોનથી સ્ક્રીનની તસવીર લઈ શકે છે, તેથી આ ફીચરને 100 ટકા સુરક્ષાની ગેરંટી માનવી નહીં.
ADVERTISEMENT
5/6
આ ફીચર ઉપલબ્ધ થયા પછી તેનો ઉપયોગ કરવો સરળ રહેશે. સૌથી પહેલાં iPhoneમાં WhatsApp ખોલીને જે વ્યક્તિને મેસેજ મોકલવો છે તેની ચેટ ઓપન કરો. ત્યારબાદ મેસેજ ટાઇપ કરો. હવે સીધું Send બટન દબાવવાને બદલે તેને થોડી વાર દબાવી રાખો. આમ કરવાથી સ્ક્રીન પર Send as View Once નામનો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પસંદ કરીને મેસેજ મોકલી શકશો. ત્યારબાદ સામેની વ્યક્તિ તેને એક જ વાર ખોલીને વાંચી શકશે અને બંધ કર્યા પછી મેસેજ ફરીથી વાંચી શકશે નહીં.
6/6
આ ફીચર અંગે સૌથી અગત્યની વાત એ છે કે તે એકસાથે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થયું નથી. શરૂઆતમાં iPhone યુઝર્સ માટે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને હવે મર્યાદિત યુઝર્સ સુધી તેનો રોલઆઉટ શરૂ થયાના અહેવાલ છે. બીજી તરફ Android માટે પણ આ પ્રકારની સુવિધા પર કામ થઈ રહ્યું છે. એટલે દરેક iPhone કે Android યુઝરના ફોનમાં અત્યારે આ વિકલ્પ દેખાય તે જરૂરી નથી. WhatsAppના અપડેટ પછી પણ આ વિકલ્પ ન દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી. તમારા એકાઉન્ટ સુધી ફીચર પહોંચે ત્યાં સુધી રાહ જોવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ