ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નશાના સોદાગરો સામે પોલીસની લાલઆંખ, સરખેજમાં પોલીસ-AMCની સંયુક્ત મોટી કાર્યવાહી
Last Updated: 01:31 PM, 23 November 2026
ADVERTISEMENT
ગુજરાતમાં નશાના કાળા વેપારને બંધ કરવા માટે હાલમાં પોલીસ એક્શન મોડમાં છે ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગાંજાના વેપાર સાથે સંકળાયેલ દંપતીના ગેરકાયદે મકાન પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે, સરખેજ સન્યાસ આશ્રમ નજીક આવેલી વસાહતમાં રહેતી સુનિતા રાઠોડ નામની મહિલા પાસેથી નિયમિત રીતે ગાંજાનો જથ્થો લાવીને વેચાણ કરતો હતો.

ADVERTISEMENT
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ કે, સુનિતા રાઠોડ અને તેના પતિ દિપક રાઠોડનું મકાન ગેરકાયદે છે. જે અગાઉ તોડી પડાયું હતું. પરંતુ, આરોપીઓ ફરીથી બાંધકામ કરીને રહેવા આવી ગયા હતા અને ગાંજાનો કારોબાર ચલાવતા હતા.
વર્ષ 2023-24 દરમિયાન અમદાવાદ મનપા દ્વારા આ ડ્રગ્સ પેડલર્સનું ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યું હતું. તેમ છતા અગાઉના ડિમોલિશન બાદ ફરીથી ગેરકાયદે દબાણ કરીને આરોપીઓ દ્વારા મકાન બનાવી દેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ અંગે સરખેજ પોલીસે AMCને જાણ કરતા ફરીથી આ ગેરકાયદે મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ સિવાય AMC દ્વારા આરોપીઓની બાજુમાં આવેલ અન્ય એક NDPS આરોપીના ઘરનું પણ ડિમોલિશન કરવામા આવ્યું છે.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં માનવ મૃ*ત્યુ બાદ સિંહણ પાંજરે પુરાઈ, વન વિભાગને સફળતા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, સુનિતા રાઠોડ અને તેના પતિ દિપક રાઠોડ ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુનિતા રાઠોડ અને દિપક રાઠોડ વિરૂદ્ધ પ્રોહીબિશન , NDPS ગુના સહિતનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો