ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:47 PM, 23 November 2026
ADVERTISEMENT
જૂનાગઢના ગીર પંથકમાં માનવ અને વન્યપ્રાણી વચ્ચેના સંઘર્ષની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિસાવદર તાલુકાના રબારીકા ગામમાં સિંહણના હુમલામાં એક આધેડ ખેતમજૂરનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, રબારીકા ગામના 55 વર્ષીય ખેડૂત વેલજીભાઈ દાફડા ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે સિંહણ તેમને ઢસડીને દૂર સુધી લઈ ગઈ હતી. આ હુમલામાં આધેડનું કરુણ મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
વેલજીભાઈ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ખેતરમાંથી વેલજીભાઈનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
ADVERTISEMENT

ઘટનાની જાણકારી મળતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિસાવદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાનું સૂચક નિવેદન, અમરેલી મુદ્દે ચર્ચા, જુઓ Video
ભયનો માહોલ
ADVERTISEMENT
ખેતરમાં કામ કરતા આધેડ પર સિંહણના જીવલેણ હુમલાની ઘટનાએ ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ