ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીની સરકારી હોસ્પિ.માંથી ડિલિવરીના દ્રશ્યો વાયરલ કર્યા મુદ્દે ગાયનેકોલોજિસ્ટનો ચોંકાવનારો ખુલાસો
Last Updated: 05:58 PM, 23 November 2026
ADVERTISEMENT
અંબાજીની સરકારી હોસ્પિટલમાંથી સિઝેરિયન ડિલિવરીનો વીડિયો વાયરલ કરવા મુદ્દે ગાયનેકોલોજિસ્ટ ડૉ. કિંજલ પરીખ સહિત દર્દીએ મોટો ખુલાસો કર્યો છે.અંબાજી સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરના વાયરલ વીડિયોને લઇ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સમગ્ર ઘટના અંગે ડોક્ટર અને દર્દીએ પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગાયનેકોલોજિસ્ટ ડૉ. કિંજલ પરીખે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. દર્દીની સંમતિથી વીડિયો બનાવ્યો હોવાનો ડૉક્ટરનો દાવો છે. દુર્લભ અને ગંભીર પ્રસૂતિ કેસ હોવાથી વીડિયો બનાવ્યો હોવાનો ખુલાસો કર્યો છે.
દર્દીની ગોપનીયતા ભંગ થઈ ન હોવાનો ડૉ. કિંજલ પરીખનો દાવો છે. અંદાજે 80 હજારમાં એક વખત જોવા મળતો દુર્લભ કેસ હોવાનો ડૉક્ટરનો દાવો છે. અંબાજી હોસ્પિટલની આરોગ્યસેવા લોકો સુધી પહોંચાડવાનો હેતુ હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ખુલાસો / રાણકી વાવના પથ્થરોને સૂક્ષ્મ જીવોથી નુકસાન, નવા અભ્યાસમાં ચિંતાજનક ખુલાસો
ADVERTISEMENT
જો કે વિવાદ બાદ ડૉક્ટરે સોશિયલ મીડિયા પરથી વીડિયો ડિલીટ કર્યો છે. નોધનીય છે કે, સિઝેરિયન ડિલિવરીનો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો.દર્દી ગમાર દિશાબેને પણ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ આપ્યો છે. દર્દીનું કહેવુ છે કે, મારી તબિયત ગંભીર હતી, ડૉક્ટરે ઓપરેશન કરી મારો જીવ બચાવ્યો છે. વીડિયો મારી સંમતિથી બનાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો