ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / મચ્છરોના અસહ્ય ત્રાસથી કંટાળેલા સ્થાનિકોએ મેયરને આપ્યું તંત્રની આંખ ઉઘાડતું આમંત્રણ
Last Updated: 06:50 PM, 23 November 2026
ADVERTISEMENT
સુરતના પુણા વિસ્તારમાં મચ્છર તથા ગંદકીના ઉપદ્રવથી ખાડી અને તેની આસપાસના વિસ્તારની સોસાયટીના લોકો ત્રાહીમામ બની ગયા છે. આ લોકોએ પોતાનો વિરોધ અનોખી રીતે નોધાવી આક્રોશ વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
સુરત શહેરના પુણા વિસ્તારમાં ખાડી અને તેની આસપાસની સોસાયટીઓના રહીશો મચ્છર તથા ગંદકીથી તોબા પોકારી જતા મહાનગર પાલિકા સામે આક્રોશ વ્યક્ત કરી રહી છે. તેઓએ અનોખી રીતે વિરોધ કરી અને તંત્રને જગાડવા માટે સ્થાનિકોએ મેયરને ભજીયા માટે આમંત્રણ આપ્યુ છે.
પુણા વિસ્તારમાં આવેલી સહયોગ સોસાયટીમાંથી ખાડી પસાર થાય છે. ગંદકીને કારણે સહયોગ, સમ્રાટ, ગૌતમ વગેરે સોસાયટીમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. સ્થાનિક મહિલાએ કહ્યું, મેયરને અમારા ઘરે ભજીયાનું આમંત્રણ આપું છું. "મેયર અમારા ઘરે ભજીયા ખાય અને પાંચ દિવસ રોકાય...જો તેમને મચ્છરથી બીમારી ન થાય તો અમે માફી માગશુ"
ADVERTISEMENT
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, મેયરને પાંચ દિવસમાં મચ્છરથી બીમારી થાય તો એ તેણે જવાબદારી લેવી પડશે. ખાડીની સફાઈ રેગ્યુલર થતી નથી, ખાડી પૂરવાની વાત છેલ્લા 30 વર્ષથી એમની એમ જ છે. નેતાઓ ખાલી વોટ લેવા ટાણે આવે છે અને જતા રહે છે..પછી પાંચ વર્ષ કોઈ જોતું નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદ / અમદાવાદમાં 3000 ઈ-બસ દોડાવવાની તૈયારી, પરંતુ AMTS પાર્કિંગ માટે જગ્યા ક્યાંથી લાવશે?
સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્તકરતા કહ્યુ કે, મચ્છરના ત્રાસને કારણે ઘરમાં ડેન્ગ્યુ જેવા રોગોનો ભય રહે છે. મહિલાઓએ આક્ષેપ કર્યો કે માત્ર ધુમાડા કરવાવાળા આવે છે, પરંતુ કોઈ અધિકારી કે નેતા રહીશોની સમસ્યા પૂછવા આવતા નથી. ખાડી તથા મચ્છરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી સ્થાનિકોએ ઉગ્ર માગ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ