ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુના ડીસામાં પોતાના ઘર બચાવવા 240 પરિવારો પહોંચ્યા કલેક્ટર કચેરી, અને પછી...!
Last Updated: 07:21 PM, 23 November 2026
ADVERTISEMENT
બનાસકાંઠાના જુના ડીસા ગામના 240 પરિવારો વિવિધ વાહનોમાં પોતાનીઘરવખરી સાથે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી ને પ્રાણી સંગ્રહાલયના પ્રોજેક્ટ માટે ગરીબોના ઘર તોડી પડાતા હોવાના આક્ષેપ સાથે પરિવારોએ કલેક્ટર કચેરી બહાર જ ભૂખ હડતાળ પર બેસવાની જીદ પકડી હતી. જોકે, પોલીસે સમજાવટથી મામલો થાળે પાડી તમામ પરિવારોને પરત જૂના ડીસા મોકલ્યા છે. જોકે પીડિત પરિવારોએ ભૂખ હડતાળ ઉપર બેસવા અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ADVERTISEMENT

જૂના ડીસા ગામના 240 જેટલા પીડિત પરિવારો આજે પોતાના ઘરનો સામાન અને ઘરવખરી વાહનોમાં ભરીને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. પરિવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી. પીડિતોએ આક્ષેપ કર્યો હતો કે, જૂના ડીસા ગામમાં પ્રાણી સંગ્રહાલય (ઝૂ) બનવાનું હોવાથી તંત્ર દ્વારા વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારોના મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.સનદ અને સરકારી આવાસ યોજનાના પુરાવા હોવા છતાં નોટિસ અપાતા પરિવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT

છેલ્લા આઠ દિવસથી જુના ડીસાના 240 પરિવારો ગામની પંચાયત કચેરી આગળ ભૂખ હડતાળ ઉપર બેઠા હતા જોકે તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરતા આખરે આજે 240 પરિવારો પોતાના ઘરની ઘર વખરી લઈને કલેક્ટર કચેરીએ પહોંચતા જ્યાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો હતો ,ઘર વિહોળા થવાની દહેશતના કારણે પીડિત પરિવારોમાં રોષ ફેલાયો હતો.
ADVERTISEMENT

જુના ડીસા ગામના 240 પરિવારોએ પોતાના ગામમાં ભૂખ હડતાળ ઉપર ઉતર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ નિર્ણય ન લેવાતા પીડિત પરિવારના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને તંત્ર અને ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી સામે ભારે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો હતો કે જુના ડીસામાં પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે ત્યાં મોટા માથાઓ દ્વારા હોટલો અને રિસોર્ટ બનાવવા માટે ગરીબ પરિવારોના ઘર તોડવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વર્ષના અંત સુધી ગુજરાતને મળશે ચિત્તાનો નવો પરિવાર, બનશે ભારતના મહેમાન
જોકે, તંત્રની આ ખાતરી છતાં પીડિત પરિવારો કલેક્ટર કચેરી આગળ જ ભૂખ હડતાળ પર બેસવા માટે અડગ રહ્યા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે કલેક્ટર કચેરી ખાતે તૈનાત પોલીસ કાફલાએ પરિવારો સાથે સંવાદ સાધી સમજાવટ કરી હતી. અંતે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને ડીસા પોલીસના બંદોબસ્ત સાથે તમામ પરિવારોને તેમના વાહનો સહિત પરત જૂના ડીસા મોકલી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો