ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ટ્રમ્પની ટિપ્પણીના 48 કલાકની અંદર જેન્સન હુઆંગ બન્યા NVIDIAના CEO

BIG News / ટ્રમ્પની ટિપ્પણીના 48 કલાકની અંદર જેન્સન હુઆંગ બન્યા NVIDIAના CEO

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:04 PM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jensen Huang Return: એનવીડિયાના બોર્ડે જેન્સન હુઆંગને પ્રેસિંડેંટ, સીઇઓ અને બોર્ડ ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાના 48 કલાકની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

એનવીડિયાના ડિરેક્ટર બોર્ડે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇચ્છા સામે ઝૂક્યા છે. તેમના કહેવાના 48 કલાકની અંદર દુનિયાની સૌથી મોટી AI ચિપ કંપનીઓમાંની એક NVIDIA એ જેન્સન હુઆંગને પ્રેસિંડેંટ, સીઇઓ અને બોર્ડ ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ 23 નવેમ્બરના રોજ આ જાહેરાત કરી હતી. હુઆંગ હવે 12 નવેમ્બરના છોડી ગયેલા પદ પર પાછા ફર્યા છે.

ટ્રમ્પે એનવીડિયા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે લખ્યું, "આ એકદમ યોગ્ય નિર્ણય છે અને NVIDIA માં જેનસેનનું નેતૃત્વ અમેરિકી અર્થતંત્રની સફળતા અને સમૃદ્ધિ માટે જરૂરી છે." ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકી સરકાર પાસે એવા કોઈ પુરાવા નથી કે જે સૂચવે કે જેનસેનનું સિઇઓ પદ પર પાછા ફરવાથી અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ ખતરો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ બિઝનેસ / શું ખરેખર સોનું ખરીદવામાં લોકોનો રસ ઘટ્યો? ગોલ્ડ ઈમ્પોર્ટમાં 40% નો ઘટાડો

એટર્ની જનરલે પણ પુષ્ટિ આપી હતી કે સરકાર પાસે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જેન્સેનની સંડોવણીના કોઈ પુરાવા નથી. ટ્રમ્પે જેન્સન હુઆંગની પ્રશંસા કરી, તેમને દેશભક્ત અને યુએસ રાષ્ટ્રીય સંપત્તિ ગણાવ્યા. જોકે તેમણે NVIDIA ને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તેની કાનૂની જવાબદારીઓને પૂર્ણ કરવા માટે યુએસ નિકાસ નિયંત્રણ નિયમોના પાલન અંગે તેની આંતરિક તપાસ ચાલુ રાખવા વિનંતી પણ કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nvidia Jensen Huang Donald Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ