ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'ટ્રાયલ પૂરી થાય ત્યાં સુધી જપ્ત વાહનો પોલીસ સ્ટેશનમાં રાખવા જરૂરી નથી', દારૂ-ડ્રગ્સના વાહનો બાબતે હાઈકોર્ટનો ચુકાદો

ન્યાયિક / 'ટ્રાયલ પૂરી થાય ત્યાં સુધી જપ્ત વાહનો પોલીસ સ્ટેશનમાં રાખવા જરૂરી નથી', દારૂ-ડ્રગ્સના વાહનો બાબતે હાઈકોર્ટનો ચુકાદો

Published By: Hiralal Parmar

Last Updated: 09:14 AM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂ-ડ્રગ્સ કેસમાં પકડાયેલા વાહનોના મામલે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે.

ADVERTISEMENT

દારૂ-ડ્રગ્સ કેસમાં પકડાયેલા વાહનો બાબતે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે જપ્ત થયેલા વાહનો ટ્રાયલ પૂરી થઈ ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં રાખવા જરૂરી નથી. આવો કોઈ સંપૂર્ણ કે આપોઆપ લાગુ પડતો નિયમ જ નથી, હાઈકોર્ટે કહ્યું કે ફોજદારી અદાલતને તપાસ કે ટ્રાયલ દરમિયાન જપ્ત થયેલ વાહનની વચગાળાની કસ્ટડી અને વાહન છોડવાની સત્તા છે. ગુજરાત હાઇકોર્ટે તમામ કોર્ટને હુકમ આપીને વાહનો મુક્ત કરવા બાબતે નકલ મોકલી છે.

કયા કેસમાં ચુકાદો?

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ 23 નવેમ્બર, 2026ના રોજ રાકેશ ઉર્ફે આકાશ અહીર વિરુદ્ધ ગુજરાત સરકારના કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો હતો.

- માત્ર દારૂનો જથ્થો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાના કારણે વાહન છોડવાનો ઇનકાર કરી શકાય નહીં.

- વાહન માલિકે FIRમાં દર્શાવેલી કિંમત જેટલી સોલ્વન્ટ જામીનગીરી આપવાની રહેશે.

- કોર્ટના આદેશ વિના વાહનનું વેચાણ કે ટ્રાન્સફર કરી શકાશે નહીં.

- જરૂર પડ્યે તપાસ કે ટ્રાયલ દરમિયાન વાહન રજૂ કરવાનું રહેશે.

- વાહનનું પંચનામું, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવશે.

વધુ વાંચો : સવારના પહોરમાં આફત! 5.3ની તીવ્રતાનો ભૂકંપ, બિહારથી બંગાળ સુધી ધ્રુજી ધરતી, સિક્કીમ બોર્ડર પાસે કેન્દ્રબિંદુ

વાહન માલિકોને શું રાહત મળશે?

કોર્ટના જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશનમાં લાંબા સમય સુધી વાહનો પડ્યા રહેવાથી તેની કિંમત ઘટે છે અને વાહનને નુકસાન થાય છે. તેથી જરૂરી પુરાવા સુરક્ષિત રાખીને વાહન માલિકને વચગાળાની કસ્ટડી આપી શકાય છે. જોકે, આ આદેશથી આરોપી નિર્દોષ સાબિત થતો નથી અને ભવિષ્યમાં વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ અટકતી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ