ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચના દહેજમાં બે વર્ષની માસૂમ બાળકી પર 28 વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું, પત્ની સાથે સંબંધની ના પાડતાં મિત્ર બન્યો હેવાન
Last Updated: 11:22 AM, 24 November 2026
ADVERTISEMENT
ભરૂચના દહેજમાં નરાધમે પોતાના મિત્રની 2 વર્ષની માસૂમ દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ માતાની ગેરહાજરીમાં ઘરઆંગણે રમતી બાળકીને ઉઠાવી રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં કુકર્મ આચર્યું હતું. બાળકીની માતાએ આપેલી ફરિયાદ મુજબ, 28 વર્ષીય પરપ્રાંતિય શખ્સે અગાઉ તેની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હતું. માતાએ તેની સાથે વાતચીત કરવાનો ઇનકાર કરતાં આરોપીએ ફોન પર ધમકી આપી હતી. ત્યારબાદ ઘરઆંગણે રમી રહેલી બે વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.
ADVERTISEMENT
પ્રેમસંબંધ રાખ નહીંતર પરિણામ ભોગવવાની ધમકી
આરોપી બાળકીની માતા સાથે પ્રેમસંબંધ રાખવા ઇચ્છતો હતો. જોકે, માતાએ તેની સાથે સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. આ બાબતને લઈને આરોપીએ ફોન પર ધમકી આપી હતી કે તેની વાત નહીં માને તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.ફરિયાદીનો આક્ષેપ છે કે આ ધમકી બાદ આરોપીએ બદલો લેવાના ઇરાદે ઘરઆંગણે રમતી બાળકીનું અપહરણ કર્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે 28 વર્ષીય પરપ્રાંતિય શખ્સની અટકાયત કરી છે.
ADVERTISEMENT
નરાધમની ધરપકડ
ADVERTISEMENT
ઘટના બાદ બાળકીની તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી. દહેજ પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.