ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:54 AM, 25 November 2026
ADVERTISEMENT
વિશ્વના ટોચના અબજોપતિઓમાંના એક જેન્સન હુઆંગ એનવીડિયામાં પાછા ફર્યા છે, અને તેમનું પુનરાગમન પ્રભાવશાળી રહ્યું છે. આનાથી તેમની નેટવર્થ પર સીધી અસર જોવા મલી છે, જેમાં માત્ર એક જ દિવસમાં 30 અરબ ડોલરનો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે જેન્સન હુઆંગના પાછા ફરવાના સમાચારથી તેમના પર પૈસાનો વરસાદ થયો છે.
ADVERTISEMENT
NVIDIA શેરમાં તેજીની અસર
જેન્સન હુઆંગની સંપત્તિમાં આ નોંધપાત્ર ઉછાળો સોમવારે Nvidia શેરમાં 30%ના ઉછાળાને પગલે આવ્યો છે, જે ચિપ નિર્માતાના બોર્ડે તેના અગાઉના નિર્ણયને ઉલટાવી દીધો હતો અને સર્વાનુમતે જેન્સન હુઆંગના પ્રેસિંડેટ, સીઇઓ અને બોર્ડ ડિરેક્ટર તરીકે પાછા ફરવાને મંજૂરી આપ્યા પછી આવ્યો હતો. જોકે એનવીડિયાના શેરમાં મંગળવારે થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
એક ઝાટકે નેટવર્થ આ સ્તરે પહોંચી ગયું
એનવીડિયા શેર રેલીથી જેન્સન હુઆંગની સંપત્તિમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ફોર્બ્સના રીઅલ-ટાઇમ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર 24 નવેમ્બરના જેન્સન હુઆંગની કુલ સંપત્તિ 143.8 અરબ ડોલર પર પહોંચી ગઈ, જે પાછલા દિવસ કરતા 33.7 અરબ ડોલર (₹3 લાખ કરોડથી વધુ) વધુ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં પણ એક જ દિવસમાં હુઆંગની સંપત્તિમાં 30% નો વધારો નોંધાયો છે. જોકે મંગળવારના ઘટાડાએ આ વધારાને કંઈક અંશે ઓછો કર્યો.
ADVERTISEMENT
આ રીતે હુઆંગનું NVIDIA માં પુનરાગમન થયું
એનવીડિયાના સહ-સ્થાપક જેન્સન હુઆંગે લગભગ બે અઠવાડિયા પહેલા સીઇઓ પદ છોડી દીધું હતું, તેમણે એક મહિલા સાથેના અફેરનો ઉલ્લેખ કર્યો હતો જેના પર અમેરિકી ગુપ્તચર એજન્સીઓ દ્વારા ચીન સાથે સંબંધો હોવાની શંકા હતી. જોકે સોમવારે બોર્ડે હુઆંગ સાથે ચર્ચા અને યુએસ સિનિયર સરકારી અધિકારીઓ સાથે પરામર્શ કર્યા પછી તેમના વાપસીને મંજૂરી આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હુઆંગના વાપસીને ટેકો આપ્યો હતો, તેને યોગ્ય નિર્ણય ગણાવ્યો હતો.
ADVERTISEMENT
વિશ્વના સૌથી ધનિક લોકોમાં સામેલ
જેન્સન હુઆંગ લાંબા સમયથી વિશ્વના સૌથી ધનિક અબજોપતિઓમાં સામેલ છે, અને તેમની કુલ સંપત્તિમાં ઉછાળા પછી ફોર્બ્સ અને બ્લૂમબર્ગ બિલિયોનેર્સ બંનેની યાદીમાં 13મા સ્થાને પહોંચી ગયા છે. તેમની સંપત્તિ એનવીડિયાના પ્રદર્શન સાથે ખૂબ જ જોડાયેલી છે, અને એઆઇ ઇંડસ્ટ્રીમાં કંપનીનું સ્થાન રોકાણકારોને તેના શેરમાં રસ અપાવી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બિઝનેસ / ટ્રમ્પનો ભારત સહિત 16 દેશો પર ટેરિફનો નવો બોમ્બ, ચીન અને જાપાનની પણ વધી મુશ્કેલી, વેપાર યુદ્ધની આશંકા
1993 થી Nvidia સાથે
ADVERTISEMENT
જેન્સન હુઆંગ 1993 માં Nvidia ની સહ-સ્થાપના કરી અને ત્યારથી કંપનીનું નેતૃત્વ કર્યું છે. તેમણે તેને ગ્રાફિક્સ-ચિપ ઉત્પાદકમાંથી આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા પ્રોસેસર્સના મોટા સપ્લાયરમાં પરિવર્તિત કરી. કંપની વિશ્વની સૌથી વધુ માર્કેટ વેલ્યુ ધરાવતી કંપનીઓમાં ટોપ રેકિંગમાં સ્થાન ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ