ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / બાબા વિશ્વનાથના દરબારમાં અનંત અંબાણીનું શીશ ઝૂક્યુ, 5 કરોડનું દાન આપી માતા અન્નપૂર્ણાને પણ અર્પણ કર્યા 1 કરોડ
Last Updated: 08:14 PM, 24 November 2026
ADVERTISEMENT
વારાણસીમાં આજે ધામધૂમથી દેવ દિવાળીનો પર્વ ઊજવાઈ રહ્યો છે. આ પવિત્ર ઉત્સવની પૂર્વસંધ્યાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કાર્યકારી નિયામક અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ કાશી વિશ્વનાથ મંદિર તથા માં અન્નપૂર્ણા મંદિરના દર્શન કર્યા અને વિધિવત પૂજા-અર્ચના કરી.
ADVERTISEMENT
સોમવારે સાંજે પોતાના ખાનગી વિમાનથી વારાણસી પહોંચેલા અનંત અંબાણી સૌપ્રથમ શ્રી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. ત્યાં ગર્ભગૃહમાં બાબાના દર્શન, જલાભિષેક અને પૂજન કર્યું. લગભગ પાંચ મિનિટ સુધી ચાલેલી આ પૂજા-અર્ચના દરમિયાન મંદિર વહીવટી તંત્ર તરફથી તેમને રુદ્રાક્ષની માળા અને અંગવસ્ત્ર ભેટ આપવામાં આવ્યા. આ પ્રસંગે તેમણે મંદિર ટ્રસ્ટને પાંચ કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું.
ત્યારબાદ અનંત અંબાણી માં અન્નપૂર્ણા મંદિર પહોંચ્યા. એકવીસ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમને માતાનું ષોડશોપચાર પૂજન અને કુંકુમાર્ચન કર્યું. અહીં તેમને મા અન્નપૂર્ણાના ચરણોમાં એક કરોડ રૂપિયાનું દાન આપ્યું અને મંદિરના અન્નક્ષેત્રમાં સહયોગ આપવાની ખાતરી પણ આપી. બંને મંદિરોમાં તેમને પરિવારની સુખ-સમૃદ્ધિ અને કલ્યાણની કામના કરી.
ADVERTISEMENT
અનંત અંબાણી આ પહેલાં પણ 16 જૂન 2026ના રોજ કાશી જઈ ચૂક્યા છે અને બાબા વિશ્વનાથ તથા માં અન્નપૂર્ણાના દર્શન કરી ચૂક્યા છે. અંબાણી પરિવારની હિન્દુ ધર્મ પ્રત્યેની આસ્થા જાણીતી છે. પરિવારના સભ્યો વારંવાર દેશના પ્રસિદ્ધ મંદિરોના દર્શન કરવા જાય છે અને નવરાત્રિ જેવા પવિત્ર પર્વોને પણ ભક્તિભાવથી ઉજવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દેવ દિવાળીનું મહત્વ
દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે કાશીમાં દેવ દિવાળીની પરંપરા છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ ગંગા ઘાટ પર સ્નાન અને દીપદાન કરે છે. માન્યતા છે કે આ દિવસે ભોલેનાથે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો અને તેની ખુશીમાં સ્વર્ગથી ઉતરીને દેવતાઓએ કાશીમાં દેવ દીપાવલી ઊજવી હતી. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. આ જ દિવસે ગુરુ નાનક દેવની જયંતી પણ ઉજવાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ