ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:57 PM, 24 November 2026
ADVERTISEMENT
કાનપુરના કલ્યાણપુર વિસ્તારમાં એક 30 વર્ષીય ડિલિવરી બોયે હોસ્ટલના પોતાના રૂમમાં જીવનનો અંત લાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં હિમાચલ પ્રદેશના રહેવાસી કેશવ વર્માની બોડી રૂમમાંથી મળી આવી હતી. રૂમમાંથી એક ડાયરી પણ મળી હતી જેમાં મૃત્યુને લગતા અમુક શબ્દો લખેલા હતા.
ADVERTISEMENT
કેશવ વર્મા લગભગ એક મહિના પહેલાં કાનપુર આવીને હોસ્ટલમાં રહેવા લાગ્યા હતા અને ડિલિવરીનું કામ કરતા હતા. તેમના માતા-પિતા હિમાચલમાં રહે છે. સોમવારે હોસ્ટલના તેમના રૂમની આસપાસથી દુર્ગંધ આવવા લાગતાં પાડોશીઓએ હોસ્ટલ માલિકને જાણ કરી હતી. જેમાં માલિકે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી ફોરેન્સિક ટીમની હાજરીમાં તેને ખોલવામાં આવ્યો હતો.
અંદર પ્રવેશતાં પોલીસને કેશવની ડેડ બોડી મળી આવી હતી. આ સાથે જ એક ડાયરી પણ મળી જેમાં તેમણે લખ્યું હતું કે “એક દિવસ બધાને મરવાનું છે તેથી કર્મ કરતા રહો, ભલે સારું હોય કે ખરાબ.” આ સાથે તેને પેનથી એક ચિત્ર પણ દોર્યું હતું જે ડેથ નોટ જેવું લાગતું હતું. આ આધારે પોલીસે પ્રાથમિક રીતે આત્મહત્યાની શક્યતા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી કે કેશવે આ પગલું શા માટે ભર્યું. જેમાં પોલીસ તેમના અંગત જીવન, નોકરી અને બીજા પાસાઓની તપાસ કરી રહી છે. શરીરનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી થશે. જેમાં પરિવારને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. તેના પિતા ગોપાલ વર્માએ જણાવ્યું કે કેશવે તેમને કહ્યું હતું કે તે સારી કંપનીમાં કામ કરે છે અને હોસ્ટલમાં રહે છે. તેને ITI પણ પૂરી કરી હતી.
ADVERTISEMENT
આ કેસમાં એસીપીના જણાવ્યા અનુસાર, ડાયરીમાં લખેલી વાતોને કારણે આત્મહત્યાનો કેસ લાગે છે પરંતુ પૂરતી તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટતા આવશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો