ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ડ્રગ્સ કાર્ટેલને ઘૂંટણિયે પડવા કસ્ટમ્સ અને ક્રાઈમ બ્રાંચે મિલાવ્યા હાથ, NCB પણ જોડાશે

અમદાવાદ / ડ્રગ્સ કાર્ટેલને ઘૂંટણિયે પડવા કસ્ટમ્સ અને ક્રાઈમ બ્રાંચે મિલાવ્યા હાથ, NCB પણ જોડાશે

Published By: Vishal Khamar

Last Updated: 04:42 PM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસમાં આવતા ડ્રગ્સનાં પાર્સલની સપ્લાય ચેઈન શોધવા કસ્ટમ્સ અને ક્રાઈમ બ્રાંચ સાથે મળીને તપાસ કરશે. એરપોર્ટ પર એનસીબી પણ તપાસમાં જોડાશે.

ADVERTISEMENT

ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ મેળવવા માટે મહત્ત્વના પગલા તરીકે કસ્ટમ્સ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાથ મિલાવ્યા છે. અમદાવાદ એરપોર્ટ અને શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસ (એફપીઓ) પર આવતા નશીલા પદાર્થોના પાર્સલ પાછળની સપ્લાય ચેઈન શોધવા બંને વિભાગ સાથે મળીને કામ કરશે.

નવી વ્યવસ્થા હેઠળ શાહીબાગ એફપીઓમાં કસ્ટમ્સ દ્વારા ઝડપાયેલા ડ્રગ્સના કેસોની તપાસ ક્રાઈમ બ્રાંચ કરશે. ક્રાઈમ બ્રાંચ પાર્સલ મોકલનારાઓની ઓળખ તેમજ આ પાર્સલ પાછળ કાર્યરત નેટવર્કની તપાસ કરશે. એરપોર્ટ પર શંકાસ્પદ મુસાફરો અને ડ્રગ્સની હેરાફેરી કરતા લોકોની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) કરશે, પરંતુ કસ્ટમ્સને તેમના વિશે ચોક્કસ અને વિશ્વસનીય માહિતી મળ્યા બાદ જ એનસીબી તપાસમાં જોડાશે.

ગત સપ્તાહે એનસીબી અને ક્રાઈમ બ્રાંચે કસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને સંકલિત તપાસ વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે ચર્ચા કરી હતી.

બનાવટી ઓળખનો સહારો

વર્ષોથી શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસ ડ્રગ્સના પાર્સલ માટેનું પ્રવેશદ્વાર બની રહી છે. અહીં થાઈલેન્ડ અને વિયેતનામ જેવા દેશોમાંથી કરોડો રૂપિયાના નશીલા પદાર્થો ધરાવતાં પાર્સલ આવી રહ્યાં છે.

કસ્ટમ્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એફપીઓમાં ડ્રગ્સનાં પાર્સલ પર દર્શાવેલાં સરનામાં અને ફોન નંબર મોટા ભાગે બનાવટી હોય છે, જેના કારણે આગળની તપાસ મુશ્કેલ બને છે. અત્યાર સુધી એફપીઓમાંથી ઝડપાયેલા ડ્રગ્સના કેસોની તપાસ મોટા ભાગે કસ્ટમ્સ વિભાગ પૂરતી જ સીમિત રહેતી હતી. હવે શાહીબાગ એફપીઓમાંથી ઝડપાયેલાં ડ્રગ્સનાં પાર્સલની વિગતો કસ્ટમ્સ ક્રાઈમ બ્રાંચને આપશે અને ક્રાઈમ બ્રાંચ સમગ્ર નેટવર્કની તપાસ કરશે.

આ પણ વાંચોઃ હાજીપીર રોડ ફરી લોહિયાળ બન્યો, ગમખ્વાર અકસ્માતમાં ત્રણ જિંદગીઓનો અંત

એરપોર્ટની તપાસમાં એનસીબીનો પ્રવેશ

કસ્ટમ્સ અધિકારીઓ હવે શંકાસ્પદ ડ્રગ્સનાં પાર્સલ અને તેને લઈ જનારાઓની તપાસમાં એનસીબીને પણ સામેલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કસ્ટમ્સે સ્પષ્ટ કર્યું છે કે એરપોર્ટ પરની તપાસમાં એનસીબીએ શંકાસ્પદ મુસાફરની ઓળખ અથવા વિશ્વસનીય અને કાર્યવાહી કરી શકાય તેવી ચોક્કસ માહિતી સાથે જ આગળ આવવું પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Customs Drug Trafficking Ahmedabad Crime Branch

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ