ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હાજીપીર રોડ ફરી લોહિયાળ બન્યો, ગમખ્વાર અકસ્માતમાં ત્રણ જિંદગીઓનો અંત

દુઃખદ / હાજીપીર રોડ ફરી લોહિયાળ બન્યો, ગમખ્વાર અકસ્માતમાં ત્રણ જિંદગીઓનો અંત

Published By: Vishal Khamar

Last Updated: 02:29 PM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના હાજીપીર રોડ પર ઢોરો ગામ નજીક ટ્રક અને વાડી ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત થયાની પ્રાથમિક માહિતી. માર્ગ સલામતી સામે ફરી સવાલો.

ADVERTISEMENT

કચ્છ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે વધુ એક કરુણ દુર્ઘટના સામે આવી છે. હાજીપીર રોડ પર ઢોરો ગામ નજીક ટ્રક અને વાડી ટ્રેક્ટર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પ્રાથમિક વિગતો અનુસાર, ઢોરો ગામ નજીકથી પસાર થઈ રહેલા વાડી ટ્રેક્ટરને ટ્રક નંબર GJ 12 AZ 0590 એ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. ટક્કરની અસરથી ટ્રકનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો, જ્યારે ટ્રેક્ટરની ટ્રોલી રસ્તાની નીચે લટકતી હાલતમાં જોવા મળી હતી.

અકસ્માતને પગલે વિસ્તારમાં અરેરાટી

અકસમાતની ભયાનકતાને કારણે ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, મૃતકોનાં નામ, રહેઠાણ અને અકસ્માત સમયે બંને વાહનોમાં સવાર લોકોની સંખ્યા અંગે હજુ સુધી સત્તાવાર વિગતો સામે આવી નથી.

આ પણ વાંચોઃ અન્નદાતા આનંદો! ગુજરાત સરકાર 30 નવેમ્બરથી ટેકાના ભાવે મગની ખરીદી કરશે, જાણો શું મળશે ભાવ

ખાવડા બાદ હાજીપીર રોડ પર બીજી ગંભીર દુર્ઘટના

નોંધનીય છે કે ખાવડા નજીક થયેલા ગંભીર માર્ગ અકસ્માતની ઘટના હજુ તાજી છે, ત્યારે હાજીપીર રોડ પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાતાં માર્ગ સલામતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. એક જ વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતો વાહનચાલકોની સાવચેતી, રસ્તાઓની સ્થિતિ અને ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા અંગે ચિંતાઓ વધારી રહ્યા છે. હાલ અકસ્માત અંગેની વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. મૃતકોની ઓળખ અને અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhoro village accident Haji Pir Road accident Kutch accident

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ