ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાણી બચાવો, પૈસા કમાઓઃ ખેડૂતો માટે વોટર ક્રેડિટ યોજના લાવવાની ગુજરાતની તૈયારી

ગુડ ન્યૂઝ / પાણી બચાવો, પૈસા કમાઓઃ ખેડૂતો માટે વોટર ક્રેડિટ યોજના લાવવાની ગુજરાતની તૈયારી

Published By: Hiralal Parmar

Last Updated: 01:31 PM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના પ્રાયોગિક અભ્યાસમાં સંભાવનાઓ સામે આવીઃ પાણી બચાવતી પ્રવૃત્તિઓ કરનારા ખેડૂતોને ક્રેડિટ વેચીને આવક મેળવવાની તક મળશે

ADVERTISEMENT

જ્યાં પાણીનું એક ટીપું પણ પાકનું ભાવિ નક્કી કરી શકે છે ત્યાં ગુજરાત હવે બચાવેલા પાણીને આવકમાં ફેરવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકારે પાણીનું સંરક્ષણ કરતી પ્રવૃત્તિઓ હાથ ધરનારા ખેડૂતો, વ્યક્તિઓ અને અન્ય સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા ‘વોટર ક્રેડિટ’ યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ પાણી બચાવવાના પ્રયાસોથી મેળવેલા ક્રેડિટ વેચીને આવક મેળવી શકાશે.

પ્રસ્તાવિત યોજનાનો હેતુ વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળનું પુનઃભરણ અને જળસ્રોતોનું સંરક્ષણ પ્રોત્સાહિત કરવાનો છે, સાથે જ આવી પ્રવૃત્તિઓમાં સમય અને નાણાંનું રોકાણ કરનાર લોકોને આર્થિક પ્રોત્સાહન આપવાનું પણ આયોજન છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે પાણીના બચાવેલા દરેક માપી શકાય એવા એકમને આર્થિક મૂલ્ય આપવાનો વિચાર છે, જેથી ખેડૂતો અને અન્ય ભાગીદારોને પાણીની ઉપલબ્ધતાથી મળતા સીધા લાભ ઉપરાંત આવકનો વધારાનો સ્રોત પણ મળી શકે.

બનાસકાંઠા જિલ્લામાં હાથ ધરાયેલા પ્રાયોગિક અભ્યાસમાં આ વ્યવસ્થાની સંભાવનાઓ સામે આવી છે. ‘ખેત તલાવડી દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ અને પુનઃઉપયોગ’ શીર્ષક હેઠળના અભ્યાસમાં ડીસા, ધાનેરા અને લાખણી તાલુકાનાં ૩૫ ગામોમાં આવેલી ૧,૩૦૦ વરસાદી પાણીનો સંગ્રહ કરતી ખેત તલાવડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રોજેક્ટના અહેવાલ અનુસાર આ તલાવડીઓની કુલ વરસાદી પાણી સંગ્રહ ક્ષમતા આશરે 40 કરોડ લિટર છે, તેમાંથી લગભગ 70 ટકા તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન લાઈનિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે બાકીની 30 ટકા તલાવડીઓમાં માટીનું આવરણ હતું, જેના કારણે પાણીનો કેટલોક હિસ્સો જમીનમાં ઊતરી ભૂગર્ભ જળનું સ્તર વધારવામાં મદદરૂપ થાય છે.

પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ પાણી બચાવવા પાત્ર પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે, તેના દ્વારા થતા પાણીના લાભની ગણતરી કરવામાં આવશે અને સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ ક્રેડિટ જારી કરીને ખાનગી ખરીદદારોને વેચી શકાશે. આ વ્યવહારોમાંથી મળતી આવક પ્રોજેક્ટના માલિકોને પરત મળશે, જેથી તેઓ પાણી સંરક્ષણનાં માળખાં ઊભાં કરવા અને તેની જાળવણી કરવા પ્રોત્સાહિત થાય.

વધુ વાંચો : 'નેપાળ વગર આપણા રામ અધૂરા', 24 હજાર કરોડના પેકેજનું PM મોદીનું એલાન, અયોધ્યા-જનકપુર ટ્રેનને દેખાડી લીલીઝંડી

અધિકારીઓના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે ૨૦૨૩માં વોટર ક્રેડિટ અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું, જોકે અત્યાર સુધી માત્ર પ્રાયોગિક પ્રોજેક્ટ જ હાથ ધરવામાં આવ્યા છે.

અહેવાલમાં એ પણ જણાવાયું છે કે વોટર ક્રેડિટથી થતી આવક વધુ ખેત તલાવડીઓ, ભૂગર્ભ જળ રિચાર્જ માટેના કૂવા અને સોક પિટ્સ (પાણી જમીનમાં ઉતારવાની રચનાઓ) બનાવવામાં પ્રોત્સાહન મળી શકે છે. આથી પાણીનું સંરક્ષણ આર્થિક રીતે લાભદાયી બનવા સાથે તેનો વ્યાપ વધારવામાં પણ મદદ મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ