ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફક્ત મોજમસ્તી માટે પથ્થરમારો કરનારી ટોળકીનો ભોગ બની રહી છે અનેક ટ્રેન

ચિંતાજનક / ફક્ત મોજમસ્તી માટે પથ્થરમારો કરનારી ટોળકીનો ભોગ બની રહી છે અનેક ટ્રેન

Published By: Hiralal Parmar

Last Updated: 01:24 PM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે ઓક્ટોબરમાં સુરત ખાતે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરીને કાચની પેનલોને નુકસાન પહોંચાડવાના આરોપમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

આ વર્ષે ઓક્ટોબરમાં સુરત ખાતે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરીને કાચની પેનલોને નુકસાન પહોંચાડવાના આરોપમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ઓગસ્ટમાં પણ આ જ ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનના બે કોચની બારીઓના કાચ તૂટી ગયા હતા. ફેબ્રુઆરીમાં ટ્રેન પર પથ્થરમારો થતાં એક કોચની બારીને નુકસાન પહોંચ્યું હતું અને મુસાફરોને ઈજા થવાનું જોખમ ઊભું થયું હતું.

આ ત્રણેય ઘટનાઓ આ વર્ષે સુરતમાં બની હતી અને પ્રીમિયમ ટ્રેન વંદે ભારતને નિશાન બનાવવામાં આવી હતી. અમદાવાદ, સુરત અને અમરેલી સહિત ગુજરાતમાં ટ્રેન પર પથ્થરમારાની વારંવારની ઘટના સામે આવી છે. મોટાભાગે આવી હરકત માત્ર મોજમસ્તી માટે કરવામાં આવતી હોય છે.

રેલવે ટ્રેકની આસપાસ રહેતા કેટલાક લોકો માટે પસાર થતી ટ્રેન પર પથ્થરમારો જાણે નિશાન સાધવાની રમત બની ગયો છે. પરંતુ ટ્રેનમાં બેઠેલા મુસાફર માટે આ મોજમસ્તી થોડીક સેકન્ડમાં ભયાનક અનુભવમાં ફેરવાઈ શકે છે. પથ્થર વાગવાથી કાચ તૂટે, મુસાફર ઘાયલ થાય, ટ્રેનના લોકો પાઈલટ અને અન્ય કર્મચારીનું ધ્યાન ભટકે અને તેમના જીવને જોખમ ઊભું થાય. રેલવે ટ્રેકના મોટાભાગના વિસ્તારમાં દેખરેખનો અભાવ હોવાથી આવી હરકત કરનારા માટે ટ્રેનને નિશાન બનાવવી સરળ બની રહે છે.

ઓક્ટોબરની ઘટનામાં પકડાયેલા આરોપીએ તપાસ દરમિયાન કબૂલ્યું હતું કે, તેઓ મોજમસ્તી માટે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરતા હતા. આ હુમલામાં પેન્ટ્રી વિસ્તાર સહિત ત્રણ કાચની પેનલને નુકસાન થયું હતું.

રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આવી ઘટનાઓમાં પકડાયેલા કેટલાક લોકો ટ્રેન પર પથ્થરમારો કરીને મોજમસ્તી કરતા હોવાનું અથવા નિશાન સાધવાની પોતાની ક્ષમતા ચકાસતા હોવાનું સ્વીકારી ચૂક્યા છે.

મજાક બની શકે છે ગંભીર જોખમ

આવી ટ્રેનનું સંચાલન કરતા લોકો માટે આ ઘટનાઓ કોઈ રમત વાત નથી. ટ્રેન પર પથ્થર વાગે, ખાસ કરીને આગળના કાચ પર વાગે તો લોકોપાઈલટનું ધ્યાન ભટકી શકે છે. ટ્રેન ચલાવતી વખતે સંપૂર્ણ એકાગ્રતા જરૂરી છે. જ્યારે ટ્રેન ઊંચી ઝડપે દોડી રહી હોય ત્યારે નાનો પથ્થર પણ જોખમી બની શકે છે.

ટ્રેન પર નજર રાખવા ડ્રોનનો ઉપયોગ

રેલવેના જોખમી વિસ્તારોમાં દેખરેખ વધારવા આરપીએફએ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. જૂન ૨૦૨૬માં અમદાવાદ ડિવિઝન હેઠળ સાબરમતી અને ગાંધીધામ રેલવે સ્ટેશન તથા તેની આસપાસના યાર્ડ વિસ્તારમાં ડ્રોન તહેનાત કરવામાં આવ્યાં હતાં.

સીસીટીવી કેમેરા નિશ્ચિત સ્થળો પર નજર રાખે છે, જ્યારે ડ્રોન રેલવે ટ્રેક, યાર્ડ અને આસપાસના વિસ્તારોમાં ફરીને વિશાળ વિસ્તારનું નિરીક્ષણ કરી શકે છે. તે સુરક્ષા કર્મચારીને વધુ વ્યાપક દૃશ્ય પૂરું પાડે છે.

ડ્રોનનો ઉપયોગ સ્ટેશન પરિસર, ગેરકાયદે અતિક્રમણ, સંવેદનશીલ રેલવે વિભાગ અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે થઈ રહ્યો છે. જરૂર પડ્યે શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી નજીકની સુરક્ષા ટીમને મોકલીને કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ લીલી પરિક્રમા દરમિયાન દાતાર પર્વત પર એક યાત્રિકે ગુમાવ્યો જીવ, શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી પ્રસરી

આ દેખરેખથી એફ કેબિન પાસે રેલવેની જમીન પર થયેલા અતિક્રમણનો પણ પર્દાફાશ થયો હતો, જેને બાદમાં દૂર કરવામાં આવ્યું હતું.

આરપીએફના એક અધિકારીએ જણાવ્યું કે રેલવે પરિસર અને ટ્રેકની દેખરેખ માટે ડ્રોન ઉપયોગી સાબિત થઈ રહ્યાં છે. હવાઈ નિરીક્ષણથી લોકો સરળતાથી ઓળખાઈ શકે છે એવી જાણ થતાં રેલવે ટ્રેક અને સ્ટેશન નજીક ગેરકાયદે પ્રવૃત્તિ કરતા લોકો પર નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ