ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'રેતી-માટી ચોરી કરનારા ભાજપમાં હશે તો બચી જશે' BJP ધારાસભ્ય શૈલેષ મહેતાના નિવેદન પર ભાજપે આપી પ્રતિક્રિયા
Last Updated: 12:11 PM, 24 November 2026
ADVERTISEMENT
શૈલેષ મહેતાના નિવેદન પર અનિલ પટેલની પ્રતિક્રિયા આપી છે. ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે કહ્યું કે ગુજરાત સરકાર બધા લોકોને સમાન અધિકાર અને કાયદો લાગુ પડે એ રીતે જ કામ કરે છે. નિવેદનની પૂર્વ ભૂમિકા સાંભળીએ તો જ ખબર પડે.
ADVERTISEMENT
ભાજપના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા શું બોલ્યાં હતા?
બેનરો લગાવવા કે મીઠાઈ વહેંચવાથી વિધાનસભાની ટિકિટ મળતી નથી, અને સંઘ (RSS) કે VHPના નેતાઓ પાછળ ફરવાથી ટિકિટ નક્કી થતી નથી તેમ તેમણે જણાવ્યું હતું. ટિકિટ અંગેનો નિર્ણય નરેન્દ્ર મોદી અને અમિત શાહ લેશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લીલી પરિક્રમા દરમિયાન દાતાર પર્વત પર એક યાત્રિકે ગુમાવ્યો જીવ, શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી પ્રસરી
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ADVERTISEMENT
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વડોદરામાં રેત માફિયાને ડભોઈના MLA શૈલેષ મહેતાનું ખુલ્લુ સમર્થન સામે આવ્યું છે. છોટાઉદેપુરમાં થયેલી ફરિયાદ મુદ્દે શૈલેષ મહેતા બોલ્યા પરિવારમાં રહેશો ત્યાં સુધી બચાવી લેવાશે.મારી પાસે તમામ વસ્તુઓ ઓન રેકોર્ડ છે.જે કહું છું ડંકાની ચોટ પર કહું છું, કોઈથી ડરીને નહીં. તો ચાલો જાણીએ આ સમગ્ર મામલો શું છે. રેતી ચોરી મામલે CID તપાસ ચાલુ રેતી અને માટી ચોરીના આક્ષેપો અંગે બોલતા શૈલેષ મહેતાએ દાવો કર્યો કે છોટાઉદેપુરમાં રેતી ચોરી મામલે CID તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે ભાજપ પરિવારમાં છે. ત્યાં સુધી બચાવીશું. પોતાની વાતના સમર્થનમાં તેમણે દાવો કર્યો કે તેમની પાસે ઓન રેકોર્ડ પુરાવા છે અને તેઓ કોઈનાથી ગભરાતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.