ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / પ્રતિ કિલોફેટે 50 રૂપિયાનો વધારો, દૂધના ખરીદી ભાવમાં સુમુલ ડેરીનો મોટો નિર્ણય

ગુજરાત / પ્રતિ કિલોફેટે 50 રૂપિયાનો વધારો, દૂધના ખરીદી ભાવમાં સુમુલ ડેરીનો મોટો નિર્ણય

Published By: Jinal Chauhan

Last Updated: 10:41 AM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવદિવાળીના તહેવાર પહેલાં સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરીએ ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોફેટે 50 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે.

ADVERTISEMENT

સુમુલ ડેરીના આ નિર્ણયથી અંદાજે 2.50 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. ડેરીની બોર્ડ મિટિંગમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વસંમતિથી ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. નવા ભાવ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. હવે ગાયના દૂધનો ભાવ 950 અને ભેંસના દૂધનો ભાવ 980 રૂપિયા પ્રતિ કિલોફેટ થયો છે. ડેરીના અંદાજ પ્રમાણે માર્ચ 2027 સુધીમાં આ ભાવ વધારાથી પશુપાલકોને 70 કરોડ રૂપિયાથી વધુની વધારાની આવક થશે.

સુમુલ ડેરીની બોર્ડ મિટિંગમાં લેવાયો નિર્ણય

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ મોટી જાહેરાત કરી છે. દેવદિવાળીની ભેટરૂપે ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ડેરીની બોર્ડ મિટિંગમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો.આ નિર્ણય પ્રમાણે ગાય અને ભેંસ બંનેના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોફેટે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી અમલી બન્યો છે. એટલે કે પશુપાલકોને હવે દૂધના નવા ભાવ પ્રમાણે ચુકવણી મળશે.

ગાય અને ભેંસના દૂધના નવા ભાવ કેટલા થયા?

સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારા બાદ ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં ફેરફાર થયો છે. અત્યાર સુધી ગાયના દૂધનો ભાવ 900 રૂપિયા પ્રતિ કિલોફેટ હતો, જે હવે વધારીને 950 રૂપિયા કરવામાં આવ્યો છે.તેવી જ રીતે ભેંસના દૂધનો ભાવ અગાઉ 930 રૂપિયા પ્રતિ કિલોફેટ હતો. તેમાં 50 રૂપિયાનો વધારો થતાં હવે નવો ભાવ 980 રૂપિયા થયો છે. આ રીતે બંને પ્રકારના દૂધના ભાવમાં સમાન વધારો કરવામાં આવ્યો છે.

2.50 લાખ પશુપાલકોને મળશે સીધો ફાયદો

સુમુલ ડેરીના આ નિર્ણયનો લાભ સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકોને મળશે. પશુપાલન સાથે જોડાયેલા પરિવારો માટે દૂધના ભાવમાં વધારો આવક વધારવાની સારી તક બનશે.ડેરીના અંદાજ પ્રમાણે માર્ચ 2027 સુધીમાં આ ભાવ વધારાના કારણે પશુપાલકોને 70 કરોડ રૂપિયાથી વધુની વધારાની આવક થશે. ખાસ કરીને પશુઓના ઉછેર અને જાળવણી પાછળ સતત વધતા ખર્ચ વચ્ચે આ વધારો પશુપાલકોને આર્થિક રાહત આપશે.

vtv app promotion

આ પણ વાંચોઃ 'ટ્રાયલ પૂરી થાય ત્યાં સુધી જપ્ત વાહનો પોલીસ સ્ટેશનમાં રાખવા જરૂરી નથી', દારૂ-ડ્રગ્સના વાહનો બાબતે હાઈકોર્ટનો ચુકાદો

મોંઘા ઘાસચારા અને પશુઆહારના ખર્ચને ધ્યાનમાં રાખ્યો

છેલ્લા કેટલાક સમયથી પશુપાલનનો ખર્ચ સતત વધી રહ્યો છે. પશુઓ માટેના ઘાસચારા અને પશુઆહારના ભાવમાં વધારો થતાં પશુપાલકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. આ ઉપરાંત અલનીનોની અસરને કારણે પણ પશુપાલન સાથે જોડાયેલા ખર્ચમાં વધારો થયો છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અસર પણ પશુપાલન વ્યવસાય પર પડી રહી છે. પશુઓ માટે ચારો લાવવાથી લઈને અન્ય વ્યવસ્થાઓ પાછળ વધુ ખર્ચ કરવો પડે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.

વેચાણના ભાવમાં પણ અગાઉ કરાયો હતો વધારો

ખાસ વાત એ છે કે સુમુલ ડેરી દ્વારા થોડા દિવસો પહેલાં જ દૂધના વેચાણના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દૂધના વિવિધ પ્રકાર અને પેકિંગ પ્રમાણે પ્રતિ લિટરે 1 રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.હવે દૂધના ખરીદ ભાવમાં પણ પ્રતિ કિલોફેટે 50 રૂપિયાનો વધારો થતાં પશુપાલકોને સીધો ફાયદો થશે. એક તરફ દૂધના વેચાણના ભાવમાં વધારો અને બીજી તરફ પશુપાલકોને મળતા ખરીદ ભાવમાં વધારો, આ બંને નિર્ણય ડેરીના દૂધ વ્યવસાયમાં થયેલા ફેરફાર દર્શાવે છે.

ગુજરાતમાં સૌથી ઊંચો કિલોફેટ ભાવ ચૂકવવાનો દાવો

સુમુલ ડેરીના પ્રમુખ કાંતિ ગામીતના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં પશુપાલકોને પ્રતિ કિલોફેટ સૌથી ઊંચો ભાવ ચૂકવવામાં સુમુલ ડેરી આગળ છે. ડેરીનો હેતુ પશુપાલકોને તેમના દૂધનું યોગ્ય વળતર આપવાનો અને તેમની આવક વધારવાનો છે.તેમના જણાવ્યા પ્રમાણે પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધરે અને પશુપાલન વ્યવસાયનો વિકાસ થાય તે માટે ડેરી સતત પ્રયાસ કરી રહી છે. ભાવ વધારાની જાહેરાત બાદ પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. પશુપાલકોએ આ નિર્ણયને દેવદિવાળીની ભેટ ગણાવી આવકાર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sumul Dairy Milk Price, Milk Price Dairy Farmers

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ