ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / BIG NEWS : ગુજરાત પોલીસમાં હવે 12,993 પર સીધી ભરતી થશે, લોકરક્ષકમાં 12,752 અને PSI કેડરમાં 241 જગ્યાઓ ભરાશે
Last Updated: 09:47 AM, 24 November 2026
ADVERTISEMENT
યુવાનોનું ખાખીનું સપનું હવે જલદી પુરુ થશે. પોલીસની તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યો છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની અગાઉ જાહેર કરાયેલી 3000 ભરતીમાં જગ્યાઓનો વધારો કરાયો છે જેથી હવે કુલ 12,993 જગ્યાઓ પર ભરતી થશે જેમાં લોકરક્ષક કેડરમાં કુલ 12,752 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે અને PSI કેડરમાં પણ 241 જગ્યાઓ સામેલ છે.
ADVERTISEMENT
યુવાઓનું ખાખી પહેરવાનું સપનું થશે પૂર્ણ! ગુજરાત પોલીસ ભરતીને લઇ મોટા સમાચાર #GujaratPolice #PoliceBharti #PoliceRecruitment #GujaratYouth #VTVDigital https://t.co/FzRw4SVUy9
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 24, 2026
અગાઉ 3000ની જગ્યાઓની હતી જાહેરાત
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બર, 2026ના રોજ લોકરક્ષક કેડરની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ ગૃહ વિભાગ દ્વારા વધુ જગ્યાઓ મંજૂર કરવામાં આવતાં 23 નવેમ્બરના રોજ નવી સુધારેલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે.
ફક્ત ઓનલાઈન અરજીઓ સ્વીકારાશે
ADVERTISEMENT
PSI કેડરની ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી ગણાશે અને ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ સ્વીકારાશે.
આ પણ વાંચોઃ લીલી પરિક્રમા દરમિયાન દાતાર પર્વત પર એક યાત્રિકે ગુમાવ્યો જીવ, શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી પ્રસરી
ADVERTISEMENT
આ વેબસાઈટ જોતા રહેવું
ઉમેદવારોને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in અને OJASની વેબસાઇટ https://ojas.gujarat.gov.in જોવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.