ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / અન્નદાતા આનંદો! ગુજરાત સરકાર 30 નવેમ્બરથી ટેકાના ભાવે મગની ખરીદી કરશે, જાણો શું મળશે ભાવ

ગુડ ન્યૂઝ / અન્નદાતા આનંદો! ગુજરાત સરકાર 30 નવેમ્બરથી ટેકાના ભાવે મગની ખરીદી કરશે, જાણો શું મળશે ભાવ

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 01:45 PM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાત સરકાર 30 નવેમ્બરથી ટેકાના ભાવે મગની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

ગુજરાત સરકાર 30 નવેમ્બર, 2026થી ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. મગનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,780 નક્કી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ હેક્ટર 550 કિલો (27.5 મણ) અને ખેડૂત દીઠ મહત્તમ 2,500 કિલો (125 મણ) સુધી મગની ખરીદી કરવામાં આવશે. હાલ રાજ્યની વિવિધ APMCમાં ખરીફ મગનો સરેરાશ બજાર ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,190 (પ્રતિ મણ રૂ. 1,638) ચાલી રહ્યો છે. જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવ કરતાં ઓછો હોવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પીએમ આશા યોજનાની ગાઈડલાઈન્સ પ્રમાણે ખરીદી

આ સમગ્ર ખરીદી ભારત સરકારની 'પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન' (પીએમ આશા યોજના)ની ગાઈડલાઈન્સ પ્રમાણે કરવામાં આવશે. ટેકાના ભાવે મગ વેચવા માટે નોંધણી કરાવનારા ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવશે. SMS મળ્યા બાદ ખેડૂતોએ તેમને ફાળવવામાં આવેલા ખરીદ કેન્દ્ર પર નિયત ધોરણ મુજબનો મગનો જથ્થો લઈને હાજર રહેવાનું રહેશે.

આ પણ વાંચોઃ "કોલ્ડ પ્લે ગાય 'I am Feeling Drunk and High' ત્યારે કોઈને વાંધો નથી, હું તો અહીંનો જ છું", દિલજીત દોસાંઝે અમદાવાદ ઘેલું કર્યું, જુઓ Videos

ટેકાના ભાવના પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે

ખરીદી કરવામાં આવેલા મગના જથ્થાની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવશે. જોકે, ચુકવણી પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય તે માટે ખેડૂતોએ પોતાના બેંક ખાતાનું આધાર સીડિંગ કરાવી ખાતું એક્ટિવ રાખવું જરૂરી છે. આ અંગે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ