ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:45 PM, 24 November 2026
ADVERTISEMENT
પૃથ્વી શોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે તેના નામ અને ભૂતકાળનો ઉપયોગ કરીને નકારાત્મક વાતો ફેલાવનારને હવે છોડવામાં નહીં આવે. એટલું જ નહીં, તેણે આને પોતાની તરફથી છેલ્લી ચેતવણી પણ ગણાવી છે. આ વિવાદ પાછળ શું કારણ છે અને યોગરાજ સિંહે એવું તો શું કહ્યું હતું કે પૃથ્વી શો ભડકી ગયો? જાણો સમગ્ર મામલો.
ADVERTISEMENT
આ વિવાદની શરૂઆત યોગરાજ સિંહના એક ઇન્ટરવ્યૂથી થઈ હતી. તેમાં તેમણે પૃથ્વી શોના ક્રિકેટ કરિયરમાં આવેલા ઉતાર-ચઢાવ અંગે વાત કરી હતી. યોગરાજે પૃથ્વી શોની સરખામણી પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળી સાથે કરી હતી.તેમના કહેવા પ્રમાણે, પૃથ્વી શોના કરિયરમાં આવેલા ઘટાડા પાછળ તેની લાઇફસ્ટાઇલ પણ એક કારણ હોઈ શકે છે. તેમણે પાર્ટી કરવી, મહિલાઓ પાછળ ફરવું, દારૂ પીવો અને સિગારેટ પીવા જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. આ નિવેદન સામે આવ્યા બાદ ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ હતી.
ADVERTISEMENT
🚨 A big controversy between Prithvi Shaw and Yograj Singh 🚨 Yograj Singh - "Someone who doesn't take care of himself, parties all night, and spends his time drinking, smoking, and chasing women will eventually face the consequences. Vinod Kambli is a prime example of this. And I think Prithvi Shaw has also suffered because of similar habits". Prithvi Shaw responds - "My past is a part of my life, and I have absolutely nothing to hide or be ashamed of. However, I will not tolerate individuals deliberately using my name, personal life, or past to spread negativity, create unnecessary controversy, damage my reputation, or gain publicity and attention at my expense". "There is a clear difference between expressing an opinion and deliberately targeting someone with false, misleading, defamatory, or malicious content". "Let this be a clear and final warning: Any individual or platform engaging in such activities may face appropriate legal action.....(1/2)
— VIKAS (@Vikas662005) November 24, 2026
ADVERTISEMENT
યોગરાજ સિંહની ટિપ્પણી બાદ પૃથ્વી શોએ પણ પોતાની વાત રજૂ કરી છે. તેણે સ્વીકાર્યું કે તેના ભૂતકાળ અને લાઇફસ્ટાઇલ અંગે અગાઉ પણ ચર્ચાઓ થઈ છે. જોકે, પૃથ્વીનું કહેવું છે કે તેનો ભૂતકાળ તેના જીવનનો એક ભાગ છે અને તેને આ વાત છુપાવવાની કે શરમાવાની જરૂર નથી.પરંતુ કોઈ વ્યક્તિ તેના નામનો ઉપયોગ કરીને જાણીજોઈને નકારાત્મકતા ફેલાવે અથવા તેની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે તે તેને મંજૂર નથી. પૃથ્વીનું કહેવું છે કે પોતાના જીવનની જૂની વાતોને વારંવાર વિવાદ ઊભો કરવા માટે ઉપયોગમાં લેવી યોગ્ય નથી.
ADVERTISEMENT
પૃથ્વી શોએ ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન જાહેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તે એવા લોકોને સહન નહીં કરે, જેઓ જાણીજોઈને તેના નામ અને ભૂતકાળનો ઉપયોગ કરીને નકારાત્મક વાતો ફેલાવે છે.પૃથ્વીના જણાવ્યા પ્રમાણે, કેટલાક લોકો માત્ર ચર્ચામાં રહેવા અને લોકોનું ધ્યાન ખેંચવા માટે તેના નામનો ઉપયોગ કરે છે. આવી પ્રવૃત્તિથી તેની છબીને નુકસાન પહોંચે છે. તેણે સ્પષ્ટ કર્યું કે કોઈને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે, પરંતુ ખોટી, ગેરમાર્ગે દોરતી કે બદનક્ષી કરતી વાતો ફેલાવવી અલગ બાબત છે.
ADVERTISEMENT
પૃથ્વી શોએ પોતાના નિવેદનમાં કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે, 'આ મારી તરફથી ફાઈનલ વોર્નિંગ છે.' તેણે વધુમાં જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ આવી પ્રવૃત્તિમાં સામેલ હશે તો તેને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.પૃથ્વીનું કહેવું છે કે પોતાના વિશે કોઈને અભિપ્રાય આપવો હોય તો તે અલગ વાત છે, પરંતુ જાણીજોઈને ખોટી કે બદનક્ષી કરતી સામગ્રી દ્વારા કોઈને નિશાન બનાવવું સ્વીકાર્ય નથી. આ નિવેદન બાદ યોગરાજ સિંહ અને પૃથ્વી શો વચ્ચેનો વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે. જોકે, હાલ આ મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ હોવાની માહિતી સામે આવી નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 7 વર્ષ બાદ સુરતના આંગણે રમાશે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ, એક તો વડોદરામાં
આ વિવાદ વચ્ચે પૃથ્વી શો હાલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મહારાષ્ટ્ર તરફથી રમી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાં તેણે કુલ 119 રન બનાવ્યા છે.મધ્યપ્રદેશ સામેની છેલ્લી મેચમાં પૃથ્વીએ શાનદાર બેટિંગ કરતાં 51 રનની અડધી સદી ફટકારી હતી. એક સમયે ભારતીય ક્રિકેટનું મોટું નામ ગણાતો પૃથ્વી શો હવે ફરીથી પોતાના પ્રદર્શનના આધારે ટીમમાં સ્થાન મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યો છે. બીજી તરફ, યોગરાજ સિંહ સાથેનો આ વિવાદ તેના ક્રિકેટ કરિયરની સાથે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.