ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / કેમ ઉજવાય છે દેવ દિવાળી? જાણો ભગવાન શિવે કેવી રીતે કર્યો હતો ત્રિપુરાસુરનો વિનાશ

photo-story

6 ફોટો ગેલેરી

માન્યતા / કેમ ઉજવાય છે દેવ દિવાળી? જાણો ભગવાન શિવે કેવી રીતે કર્યો હતો ત્રિપુરાસુરનો વિનાશ

Last Updated: 09:03 PM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેવ દિવાળી પાછળ ભગવાન શિવ અને ત્રિપુરાસુરના વધની એક અદભુત પૌરાણિક કથા જોડાયેલી છે. ચાલો જાણીએ કેવી રીતે મહાદેવે સોના, ચાંદી અને લોખંડનાં ત્રણ નગરોનો એક જ બાણથી વિનાશ કર્યો હતો.

1/6

photoStories-logo

1. દેવ દિવાળી

આજે કાર્તિક પૂર્ણિમા છે અને આ દિવસને દેવ દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. આ પર્વની પાછળ એક રોમાંચક પૌરાણિક કથા જોડાયેલી છે. જેમાં એવી માન્યતા અનુસાર આ જ દિવસે ભગવાન શિવે ત્રણ માયાવી અસુર જેમાં તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીનો વધ કર્યો હતો અને તેમના ત્રણ નગરોનો પણ સંપૂર્ણ વિનાશ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શું છે કથા ?

કથા એવી છે કે તારકાસુરના વધ પછી તેના ત્રણ પુત્રો પિતાના મૃત્યુનો બદલો લેવા માટે તપસ્યામાં લીન થઈ ગયા. તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું. ત્રણેય અસુરોએ અમરત્વનું વરદાન માગ્યું પણ બ્રહ્માજીએ તે આપવાનો ઇન્કાર કર્યો. પછી તેમને એવું વરદાન માગ્યું કે જેનાથી તેમનો વિનાશ લગભગ અશક્ય બની જાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ત્રણ નગરો મળ્યાં

તેમને સોનું, ચાંદી અને લોખંડનાં ત્રણ અલગ-અલગ નગરો મળ્યાં. જેમાં સ્વર્ણપુર, રજતપુર અને લૌહપુરનો સમાવેશ થતો. આ ત્રણેયને સાથે મળીને ત્રિપુર કહેવામાં આવતું. આ નગરો અલગ-અલગ દિશામાં સતત ફરતાં રહેતાં અને તેમનો વિનાશ ફક્ત ત્યારે જ થઈ શકે જ્યારે ત્રણેય એકસાથે આવે અને એક જ બાણથી નાશ પામે. આવો સંયોગ હજાર વર્ષમાં માત્ર એક વાર જ બને.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અહંકાર વધી ગયો

વરદાન મળ્યા બાદ ત્રણેય અસુરોનો અહંકાર વધી ગયો. તેઓ ત્રણેય લોકમાં આતંક મચાવવા લાગ્યા. દેવતાઓ પરેશાન થઈને પહેલાં બ્રહ્માજી પાસે અને પછી ભગવાન વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુજીએ સમજાવ્યું કે આ અસુરોનો વધ ત્યારે જ શક્ય છે જ્યારે ત્રણેય નગરો એકસાથે આવે અને એક જ બાણથી તેમનો નાશ કરવામાં આવે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આ રીતે થયો અંત

હજાર વર્ષ પૂરા થતાં જ્યારે ત્રણેય નગરો એકસાથે આવ્યાં ત્યારે દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી. શિવજી માટે એક અદ્ભુત રથ તૈયાર કરવામાં આવ્યો. જેમાં પૃથ્વી પોતે રથ બની, સૂર્ય અને ચંદ્ર તેના પૈડાં બન્યા. આ દિવ્ય રથમાં સમગ્ર સૃષ્ટિની શક્તિઓ સમાયેલી હતી. શિવજીએ દિવ્ય ધનુષ્ય પર બાણ ચઢાવ્યું અને એક જ બાણથી ત્રણેય નગરોને વીંધી નાખ્યાં. પળવારમાં ત્રણેય નગરો આગમાં સળગીને ભસ્મ થઈ ગયાં અને તારકાક્ષ, કમલાક્ષ તથા વિદ્યુન્માલીનો પણ અંત આવ્યો. ત્યારથી ભગવાન શિવને ત્રિપુરારી કહેવામાં આવે છે. આ જ મહાન વિજયની યાદમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ઊજવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dev Diwali Tripurasura Vadh Story Dev Diwali Mythological
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ