ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ભાજપના નેતાના ઘરે જ દારૂની રેલમછેલ, વોર્ડ નંબર 12ના મહામંત્રી વિજય મોદી અને તેનો દીકરો દારૂનો વેપલો કરતા, સંગઠને નોટિસ ફટકારી

કાર્યવાહી / ભાજપના નેતાના ઘરે જ દારૂની રેલમછેલ, વોર્ડ નંબર 12ના મહામંત્રી વિજય મોદી અને તેનો દીકરો દારૂનો વેપલો કરતા, સંગઠને નોટિસ ફટકારી

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 05:29 PM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના વોર્ડ નંબર 12ના ભાજપ મહામંત્રી વિજય મોદી દારૂના જથ્થા સાથે ઝડપાયા. લાલગેટ પોલીસે 645 દારૂની બોટલો કબજે કરી, પુત્ર રાજ મોદીને વોન્ટેડ જાહેર કર્યો. ભાજપ સંગઠને 7 દિવસમાં ખુલાસો માંગતી નોટિસ ફટકારી.

ADVERTISEMENT

સુરત: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે સુરત શહેરમાં દારૂના ગેરકાયદે વેપારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લાલગેટ વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને ભાજપના વોર્ડ નંબર 12ના મહામંત્રી વિજય રતિલાલ મોદીના ઘરેથી વિદેશી દારૂની 645 બોટલો જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં વિજય મોદી અને કરણ પાનવાલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વિજય મોદીનો પુત્ર રાજ મોદી પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયો છે.

ખાંડ બજારના મકાનમાં ચાલતી હતી દારૂની હેરાફેરી

મળતી માહિતી મુજબ, લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે ખાંડ બજાર વિસ્તારમાં એસ.એમ.સી. પાર્કિંગની પાછળ આવેલા લક્ષ્મીભવનના પ્રથમ માળે વિજય મોદી અને તેનો પુત્ર રાજ મોદી વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરીને તેનું વેચાણ કરી રહ્યા છે. ઘરમાં જ દારૂના પેકિંગની કામગીરી ચાલી રહી હોવાની માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પીઆઈ એચ.જે. સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એ. અસારી અને સર્વેલન્સ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 645 બોટલો મળી આવી હતી.

₹3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે દરોડા દરમિયાન દારૂની બોટલો, જેની કિંમત ₹2,65,519 થાય છે, ઉપરાંત ₹35,000ની કિંમતના બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. જપ્ત કરાયેલા મોબાઈલમાં VIVO Y400 અને VIVO V27 PROનો સમાવેશ થાય છે. આમ, પોલીસે કુલ ₹3,00,519નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રત્નકલાકાર દારૂના પેકિંગ અને વેચાણમાં સામેલ

આ કેસમાં પોલીસે 62 વર્ષીય વિજય રતિલાલ મોદી અને બેગમપુરાના તુલસી ફળિયામાં રહેતા 29 વર્ષીય કરણ રાકેશભાઈ પાનવાલાની ધરપકડ કરી છે. કરણ વ્યવસાયે રત્નકલાકાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ મુજબ, તે દારૂના પેકિંગ અને વેચાણની કામગીરીમાં મદદ કરતો હતો.

જ્યારે વિજય મોદીનો પુત્ર રાજ મોદી સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એચ.જે. રાઠોડને સોંપવામાં આવી છે.

ફરાર પુત્ર સામે અગાઉથી 11 જેટલા પ્રોહિબિશનના ગુના

આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત વિજય મોદીના પુત્ર રાજ મોદીનો ગુનાહિત ઇતિહાસ છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, રાજ મોદી સામે અગાઉ સુરતના લાલગેટ, રાંદેર, ખટોદરા, ઓલપાડ, પલસાણા અને ડીસીબી સહિત નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત આશરે 11 ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત, વર્ષ 2021માં લાલગેટ પોલીસ અને વર્ષ 2023માં રાંદેર પોલીસ દ્વારા તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા કરણ પાનવાલા સામે પણ અગાઉ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં દારૂ સંબંધિત ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

ભાજપના હોદ્દેદારનું નામ સામે આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા

દારૂબંધીના રાજ્યમાં ભાજપના સ્થાનિક હોદ્દેદારના ઘરમાંથી આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા સુરતના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. વોર્ડ નંબર 12ના મહામંત્રી વિજય મોદીની ધરપકડ બાદ હવે પોલીસ ફરાર રાજ મોદીની શોધખોળ કરી રહી છે. હાલમાં પોલીસ સમગ્ર નેટવર્ક, દારૂના જથ્થાના સ્ત્રોત અને તેના વેચાણ સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ ડ્રગ્સ કાર્ટેલને ઘૂંટણિયે પડવા કસ્ટમ્સ અને ક્રાઈમ બ્રાંચે મિલાવ્યા હાથ, NCB પણ જોડાશે

ભાજપના સંગઠન દ્વારા કાર્યકરને નોટિસ ફટકારી

સુરતમાં ભાજપનો હોદ્દેદાર જ તેના પુત્ર સાથે દારૂની હાટડી ચલાવતા પકડાયો હોવાને લઈ રાજકીય લોબીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતમાં દારૂનું વેચાણ કરીને ભાજપને બદનામ કરનાર નેતા વિજય મોદીને સંગઠને નોટિસ ફટકારી છે. તેમજ વિજય મોદી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ થયો તે બાબતે નોટિસ ફટકારીને સાત દિવસમાં ખુલાસો આપવા નોટિસમાં સૂચન કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Liquor Raid Vijay Modi Liquor Case Surat BJP Leader Arrested

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ